ડિસેમ્બરમાં વાવાઝોડા સાથે માવઠાના માર માટે તૈયાર રહેજો : અંબાલાલ પટેલ

Spread the love

રાજ્યમાં બદલાતા વાતાવરણની સાથે સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોથી આકાશ છવાયેલું રહેશે અને હવામાનમાં વધારે કંઈ ફેરફાર થવાના કોઈ અણસાર નથી. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 12 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષા થઈ શકે છે.

આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડશે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. 12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં આવે. જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. એટલું જ નહીં, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના નથી. આ સાથે રાજ્યના હવામાનમાં પણ વધારે ફેરફાર નહીં થાય.

ડો. મનોરમા મોહન્તીએ વધમાં જણાવ્યુ કે, ‘હાલ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળો પણ બની રહ્યા છે. હાલ ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબીમાં વાદળો બની રહ્યા છે. અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવતા કહ્યુ કે, આવતીકાલથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા હોવાનું જણાવાયું છે. આજે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં 16થી 17 ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.’

અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ હવે હાડ થીજવતી ઠંડી પડશે તેવુ પણ જણાવ્યું છે. ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. જોકે, હવામાન વિભાગે સત્તાવાર રીતે આ પ્રકારની આગાહી કરી નથી.

અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે.

અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં સતત ઠંડુગાર વાતાવરણ રહે છે. ખાસ કરીને આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે. 12 ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે.

કચ્છના નલિયાનું તાપમાન 8.5 ડિગ્રી તો પોરબંદર, ડીસા અને રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન નોધાતાં લોકો ઠુંઠવાયા… તો સાથે અંબાલાલ પટેલની હાડ થીજવતી ઠંડીની આગાહી સાથે વાવાઝોડાની આગાહી પણ છે. સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. આવામાં હવેના દિવસો ગુજરાતીઓ માટે કાઢવા કપરા બની જશે. કારણ કે, આકાશમાંથી એક નહિ, બે આફત વરસવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com