લગ્ન પ્રસંગે જઇ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, રસ્તા પર વન્ય પ્રાણી આવી જતા કાર પલટી મારી જતાં 4 નાં મોત

Spread the love

સાંતલપુર નજીક ભયંકર માર્ગ અકસ્માત થતા 4 લોકોના મોત થયા છે અને ત્રણ લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડાયા છે. રસ્તા પર વન્ય પ્રાણી આવી જતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

એક જ પરિવારના સભ્યો પોતાની કાર લઇને લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા, ત્યારે રોડ વચ્ચે અચાનક વન્ય પ્રાણી આવી જતાં કાર રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને લોકોને કારની બહાર કાઢીને સારવાર અર્થે ખસેડ્યા હતા.

પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર ભયંકર અકસ્માતમાં 4 લોકો મોતને ભેટ્યા છે. સ્વિફ્ટ કાર આગળ વન્ય પ્રાણી આવી જતાં કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેથી ગાડી પાણીના ખાડામાં પડતાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. અન્ય 3 લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડાયા છે. આ કારમાં 7 લોકો સવાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com