ભરૂચ નગરપાલિકાએ લાઈટ બિલની ચૂકવણી ન કરતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં અંધારપટ છવાતા વેપારીઓની ચિંતા વધી છે. લાખો કરોડો રૂપિયાનું લાઈટ બિલ બાકી પડતા વર્ષમાં ત્રીજી વખત ભરૂચ નગરપાલિકાના વીજ કનેક્શનનો કપાયા છે.
શહેર અંધાર પટમાં છવાઈ જતા સત્તા પક્ષના પદાધિકારીઓએ મોબાઈલ સ્વીચ ઓફ કર્યા છે. સમગ્ર ભરૂચ શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા સમગ્ર ભરૂચ અંધારપટમાં છે. નગરપાલિકાને તાળાબંધી કરી દેવી જોઈએ તેવા આક્ષેપ સાથે વિપક્ષોએ આક્રોશ ઠાલવ્યો હતો.
શહેરમાં પાંચબત્તી નગરપાલિકા રોડ સ્ટેશન રોડ સોનેરી મહેલ રોડ મહંમદપુરા શ્રવણ ચોકડી શક્તિનાથ સહિત તમામ વિસ્તારોમાં અંધારપટ જોવા મળ્યો હતો. ભરૂચમાં 35 મીટરોના કનેક્શન કાપતા 2000થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વેપારીઓને ચોરીઓ થવાનો ભય છે. આખા ભરૂચ શહેરમાં અંધારપટ છવાતા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.