રાજસ્થાનથી લાંબુ અંતર કાપીને છેક ચીલોડા સુધી ટ્રક લઈને આવેલો ડ્રાઈવર થાકીને ઢાબાનાં પાર્કિંગમાં ટ્રકમાં સૂઇ ગયો અને 4.70 લાખનો દારૂ ઝડપાયો

Spread the love

ગાંધીનગરનાં ચીલોડા હિંમતનગર હાઇવે પરના આશાપુરા ઢાબાનાં પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ત્રાટકીને ટ્રકના ચોરખાનામાંથી 4 લાખ 70 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો કુલ. 2904 નંગ જથ્થા સાથે મેઘરજનાં ડ્રાઈવરની ધરપકડ કરી કુલ રૂ. 14.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે. નોંધનીય છે કે 50 હજારની લાલચમાં રાજસ્થાનના ભીલવાડથી અજાણ્યા ઈસમે દારૂનો જથ્થો ભરી આપી નાના ચીલોડા વિસ્તારમાં ડીલીવરી કરવાની સૂચના આપી હતી. જો કે લાંબુ અંતર કાપીને છેક ચીલોડા સુધી ટ્રક લઈને આવેલો ડ્રાઈવર થાકીને ઢાબાનાં પાર્કિંગમાં ટ્રકમાં સૂઇ ગયો હતો. એજ વેળાએ વિજીલન્સની ટીમે પૂર્વ બાતમીના આધારે રેડ કરી દારૂની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગાંધીનગરના ચીલોડા ખાતે ત્રાટકી વિપુલ માત્રામાં વિદેશી દારૃ – બિયરનો જથ્થો ટ્રકમાંથી ઝડપી પાડી સ્થાનિક પોલીસની ઉંઘ ઉડાડી દેવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ ટીમના ડીવાયએસપી કે ટી કામરીયાની ટીમ ગઈકાલે રાતના ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, હિંમતનગરથી અમદાવાદ જતા રોડ ઉપર છાલા ગામ નજીક આવેલ આશાપુરા ઢાબાના પાર્કિંગમાં આઇસર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.

જેનાં પગલે વિજીલન્સ ટીમ બાતમી વાળી જગ્યાએ ત્રાટકી હતી. જ્યાં ટ્રકની કેબિનમાં એક ઈસમ ટેસથી સૂઇ રહ્યો હતો. બાદમાં વિજીલન્સ ટીમે ડ્રાઈવર ભાથીભાઈ જવાભાઈ ડામોરને (રહે.ડામોર ઢૂંઢા, ખેરાઇગામ, તા. મેઘરજ જિ. અરવલ્લી) ગાઢ નિંદ્રામાંથી જગાડી ટ્રકની પાછળ તાડપત્રી ઉપર કરીને જોતા કશું જોવા મળ્યું ન હતું. જો કે બાતમી પાક્કી હોવાથી ટીમે ડ્રાઇવરની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે ડ્રાઈવર કેબીનની પાછળના ભાગે આવેલ બોડીના પ્રથમ બે થંભ સુધી બનાવેલ ચોરખાનામાં દારૂની પેટીઓ હોવાની કબૂલાત કરી હતી. આ અંગે જાણ થતાં જ ચીલોડા પોલીસ પણ સફાળી સ્થળ પર દોડી ગઈ હતી.

બાદમાં વિજીલન્સ ટીમે ટ્રક પોલીસ મથકે લઈ જઈ દારૂના જથ્થાની ગણતરી કરતા વિદેશી દારૃ – બિયરનો 2904 નંગ જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ટ્રકના ડ્રાઈવર ભાથીભાઈ ડામોરે વધુમાં કબૂલ્યું હતું કે, તેનો ભત્રીજો સાયબાભાઈ સરદારભાઈ ડામોર ટ્રકમાં મુંબઈ ખાતેથી ધાગા-દોરાની ગાંસડીઓ ભરી 11 મી ડિસેમ્બરે મેઘરજ આપી ગયો હતો. જે ટ્રક લઈને રાજસ્થાનના ભીલવાડા આવેલ મયુર ધાગા મીલમાં દોરાની ગાંસડીઓ ઉતારી હતી. અને રાત્રીના પરત મેઘરજ જવા નિકળ્યો હતો. ભીલવાડાના ગંગાપુર ખાતે એચ.પી.ના પેટ્રોલપંપ ઉપર ડીઝલ પુરાવવા ઊભો હતો. એ વખતે એક ઈસમ બાઈક લઈને તેની પાસે ગયો હતો. અને ટ્રકમાં દારૂ ભરી આપે એ લઈને ગાંધીનગર જિલ્લાના નાના ચિલોડા કેનાલ સુધી લઈ જવા પેટે 50 હજાર આપવાની વાત કરી હતી.

આથી પૈસાની જરૃરીયાત હોવાથી ડ્રાઇવરે તેને ટ્રક આપી હતી. જે ચોરખાનામાં દારૂનો જથ્થો ભરી પરત આપી ગયો હતો. અને ચીલોડા નર્મદા કેનાલ પાસે પહોંચીને તેણે આપેલા નંબર ઉપર ફોન કરવાનો હતો. જે દારૂ ખાલી કરીને 50 હજાર આપવાનો હતો. આથી ડ્રાઈવર ટ્રક લઈ કોઈપણ હદની પોલીસની રોકટોક વિના ઉદેપુર, ડુંગરપુર, સીમલવાડાથી ઉંડવા બોર્ડર થઈ મેઘરજ, મોડાસા, તલોદ વટાવી હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર છાલા ગામ નજીક આવેલ આશાપુરા ઢાબાએ આવી ગયો હતો.

જો કે લાંબુ અંતર કાપીને ડ્રાઈવર થાકી ગયો હોવાથી પાર્કિંગમાં ટ્રક ઉભી રાખી કેબિનમાં આરામથી સૂઇ ગયો હતો. આ લાંબી મુસાફરી દરમ્યાન નાના ચીલોડાએ દારૂની ડીલીવરી લેવા આવનાર અજાણ્યા ઈસમ સાથે ડ્રાઇવરને મોબાઇલ થકી છેલ્લા 24 કલાકમાં અવાર-નવાર વાતચિત થઇ હતી. તેમજ તેના આશરે 38 મિસ્ડ કૉલ પણ આવ્યા હોવાનું વિજીલન્સની વધુ તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે વિજીલન્સ ટીમે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 14.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચીલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ત્યારે પોલીસની આગળની તપાસમાં ચીલોડા ની હદમાં દારૂના જથ્થાની ડીલીવરી લેવા આવનારનું રહસ્ય બહાર આવે છે કે નહીં એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com