વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરતી વખતે તમે જોયું હશે કે ઘણા લોકો 100ની જગ્યાએ 110 કે 120નું ઈંધણ ભરાવે છે. તેઓ માને છે કે આ ઈંધણની ચોરી અટકાવે છે અને સંપૂર્ણ ઈંધણ મળે છે. આવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પરંતુ તેની પાછળનું શું છે સત્ય? ઓનલાઈન પ્લેટફોર્મ Quora પર પણ સવાલ પુછવામાં આવ્યો હતો. રેલવેએ પૂર્વ એન્જિનીયર અનિમેષ કુમાર સિન્હાએ જવાબ આપ્યો.હકીકત જાણીને તમે પણ ચોંકી જશો.
પેટ્રોલ પંપ પર જે રકમમાં વધુ પેટ્રોલ વેચાય છે તેના કોડ રાખવામાં આવે છે. જેમ કે 100, 200, 500 અને 1000. તેની એન્ટ્રી માટે એક બટન સિસ્ટમ છે. તેનાથી પેટ્રોલ ભરનાર વ્યક્તિ માટે સરળતા રહે છે અને વારંવાર ઘણા નંબરો દાખલ કરવા પડતા નથી. આ જોયા પછી, લોકોને લાગે છે કે આ નંબરોમાં કંઈક સેટિંગ કરવામાં આવ્યું હશે અને ઓછું તેલ મળી શકે છે. આવું વિચારતા પહેલા તમારે પેટ્રોલ પંપની સંપૂર્ણ સિસ્ટમ પણ જાણી લેવી જોઈએ.
પેટ્રોલ પંપ મશીનને લિટરમાં ઈંધણ આપવા માટે બનાવવામાં આવી છે. ટેક્નિકલી રીતે તેને ફ્લો મીટર કહેવામાં આવે છે. લિટરથી રુપિયાનું કન્વર્ઝન સોફ્ટવેર દ્વારા થાય છે. તેમાં પેટ્રોલનું રેટ નાખવામાં આવે છે અને તેની ગણના કરીને પેટ્રોલ નક્કી કરવામાં આવે છે. જ્યારે તમે 100, 110 અથવા 120 રુપિયાનું ઈંધણ નખાવો છો તો તેની ગણનામાં અમુક રાઉન્ડ ઑફ હોય છે. જેમકે 10.24 લિટરને 10.2 લિટર કરી દેવામાં આવે. પરંતુ, તેનું કોઈ પ્રમાણ નથી કે, 110 અથવા 120નું ઈંધણ લેવાથી તમે તેને વધારે અથવા યોગ્ય ઈંધણ મળશે.
જો તમને યોગ્ય ઈંધણ જોઈતું હોય તો તેને લિટર પ્રમાણે ભરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. ક્યારેય પેટ્રોલ પંપ પર એવું ન વિચારશો કે તેમની પાસે છુટ્ટા નથી. આજકાલ તો યુપીઆઈ ટ્રાન્સફરનો જમાનો છે તો તમે એટલા જ પૈસા પે કરી શકો છો, જેટલું ઈંધણ લેવામાં આવે છે. બીજી વાત, માપ-તોલ વિભાગ પેટ્રોલ પંપના ફ્લો મીટરને કેલિબેરશન અને તપાસ લિટરમાં કરે છે. તેલ કંપનીવાળા પણ આજ તપાસ કરે છે. કારણકે, કોઈ નિર્ધારિત તાપક્રમ પર પેટ્રોલનું ઘનત્વ સ્થિર છે અને તેમાં કોઈ બદલાવ સંભવ નથી.
પૈસાથી લિટરમાં કન્વર્ઝનની તપાસ પર આ રીતે નથી કરવામાં આવતી કે તે ભૂલથી સામે આવી જાય. તે સ્ટાન્ડર્ડ સોફ્ટવેરના ભરોસે જ રહે છે જે તેલ કંપની દ્વારા કરવામાં આવે છે. જો તમને શંકા છે તો માપ-તોલ વિભાગમાં ફરિયાદ કરી શકો છો અને તેની તપાસ કરાવી શકો છો. હાં, જો તમને ઓછું પેટ્રોલ આપવામાં આવ્યું છે તો પંપ પર ભારે દંડ ફટકારવાની જોગવાઈ પણ છે.