કબુતરબાજીની અઢળક ફરિયાદોના પગલે ગાંધીનગર ખાતે ક્યાં દરોડા પડ્યા વાંચો

Spread the love

નકલી દસ્તાવેજોને આધારે , અમેરિકા, યુકે, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સ્ટુડન્ય વિઝા, વર્ક પરમીટ વિઝા અને પીઆર બનાવી આપવા જુદા જુદા નાગરિકો દ્વારા નાગરિકોને ફસાવી મોટી રકમ પડાવવામાં આવતી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા આવા શખ્સોને ઝડપી લેવા માટે એક એસપી, ચાર ડીવાયએસપી, વડોદરાની ટીમ એમ કુલ 17 ટીમો બનાવવામાં આવી હતી.

દરેક ટીમમાં પી.આ, પીએસઆ, મહિલા કોન્સ્ટેબલો તથા પોલીસ જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને આધારે ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતાજેમાં અમદાવાદના સોલા સ્થિત શ્રી ઓવરસીસ પાસ્પોર્ટ ખાતેથી શંકાસ્પદ ડોક્યુમેન્ટ ફાઈલ, મોબાઈલ, મણીનગરની ફર્સ્ટ સ્ટેપ ઓવરસીસ કન્સ્લટન્ટ ખાતેથી મોબાઈલ, સીપીયુ, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર અને શંકાસ્પદ ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા હતા.

તે સિવાય નવરંગપુરામાં લક્ષ્‍મી ઓવરસીસ કન્સલટન્ટમાંથી મોબાઈલ, હાર્ડ ડિસ્ક લેપટોપ કહબજે કરાયા હતા. સી.જી.રોડ સ્થિત હાઈટેક એજ્યુકેશનમાંથી ક્લાયન્ટની માર્કશીટ, હાર્ડ ડિસ્ક, સીપીયુ અને રૂ.52,000 રોકડા, નોટરીના સિક્કા, શંકાસ્પદ સીલ, રૂ.21,000નો વિદેશી દારૂ, વિજય ચાર રસ્તા સ્થિત ઓ.એસ.આઈમાંથી રબર સ્ટેમ્પ, મોબાઈલ, લેપટોપ, ચેકબુક, અલગ અલગ 33 લેટરપેડ, એમોયુ, રૂ.38500 રોકડા કબજે કરાયા હતા.

નારાણપુરાના સ્ટેપ ઈમીગ્રેશનમાંથી ડિજીટલ ડેટા ઉપરાંત નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલટન્ટમાંથી ધો.10 અને ધો.12 ની માર્કશીટ, બીકોમ ઓરીજીનલ સર્ટિફિકેટ, નિફ્ટનું ઓરીજીનલ સર્ટિફિકેટ, અલગ અલગ વ્યક્તિઓના લોન સેંક્શન લેટર, ફિક્સ ડિપોઝીટના પત્રો, સિંડીકેટ બેન્કના લોન સેંકશન લેટર, ગાંધીનગરા કુડાસણ સ્થિત 304 વૃંદાવન ટ્રેડ સેન્ટરમાંથી પાસપોર્ટ, ઓફર લેટરો, ફોલ્ડર ફાઈલો, લેપટોપ, મોબાઈલ સેક્ટર 22 સ્થિત ગોટઓન વિઝાકન્સલટન્ટમાંથી જુદાજુદા એલસી, માર્કશીટ,ડિગ્રી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર અને પ્રિન્ટર કબજે કરવામાં આવ્યા હતા.

તે સિવાય ગાંધીનગરના પ્રોટોન કન્સલટન્સીમાંથી બે મોબાઈલ, દસ્તાવેજો, આધારકાર્ડ, ડિપ્લોમાં એન્જીનીયરીંગની માર્કશીટ, ગાંધીનગરના એમડી ઓવરસીસ કન્સલટન્ટ એન્ડ કોચીંગ ખાતેથી પાસપોર્ટ, ડેસ્કટોપ, પ્રિન્ટર, રૂ.4,65,910 રોકડા, માર્કશીટ, ડિર્ગી સર્ટિફિકેટ રબર સ્ટેમ્પ કબજે કરાયા હતા.

ઉપરાંત ગાંધીનગર ઈન્ફોસિટી ખાતેતી કોમ્પ્યુટર-ઓલ ઈન સિસ્ટમ, લેપટોપ, પ્રિન્ટર, પાસ્પોર્ટ, ઈનોવેટર ઈમીગ્રેશન સર્વિસસમાંથી સીપીયુ, પાસપોર્ટ અને પિર્નટર કબજે કરાયા હતા. ગાંદીનગરના જ હોપ રેઝ ખાતેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ અને વિદેશી દારૂ કબજે કરાયા હતા.

તે સિવાય વડોદરામાંથી સર્વરની હાર્ડ ડિસ્ક, આઈપેડ, શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા.
આમ પોલીસે જુદી જુદી જગ્યાઓએથી 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ, 79 માર્કશીટ, 53 ઈલેકટ્રીક ગેઝેટ, 9 અન્ય સર્ટિફિકેટ, 8 નોટરી સિક્કા અને રબર સ્ટેમ્પ તથા રૂ. 5,56,410 રોકડા, વિદેશી દારૂની 9 બોટલ તથા 35 બિયરની બોટલો કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ કબજે કરેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *