ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ નહિ બદલાય

Spread the love

ગાંધીનગર
ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવાના છે તેવી અટકળો અને ચર્ચા વચ્ચે મોટી ખબર આવી છે. ખબર એ છે કે, ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી કમુરતા એટલે કે ઉત્તરાયણ બાદ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીઆર પાટીલના માર્ગદર્શનમાં જ લડાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીલ ફરીથી મોરચો સંભાળશે. સંસદ સત્ર વચ્ચે આવતીકાલે ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળવાની છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખ અને મંડળ પ્રમુખ અંગે મંથન થશે. ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાટીલની અધ્યક્ષતામાં લડાશે. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી ઉતરાયણ બાદ જ થશે. હાલ ભાજપના તમામ જિલ્લા પ્રમુખ અને મંડળ પ્રમુખ અંગે મંથન થશે. આવતી કાલે કમલમમાં પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાનારી છે. સંસદ સત્ર વચ્ચે સીઆર પાટીલ ગુજરાતમાં મહત્વની બેઠક કરશે. જોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીલ જ મોરચો સંભાળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભલે સીઆર પાટીલે પોતાની વિદાયના સંકેત આપ્યા હોય, પરંતુ કમુરતા બાદ જ નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સીઆર પાટીલ જ સુકાન સંભાળશે. આવતીકાલની કમલમની બેઠકમાં નવા સંગઠન માટેની તૈયારીઓ અને ચર્ચા વિચારણા કરવામાં આવશે. પરંતું ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી હાલ પૂરતી સ્થગિત રખાઈ છે. આવતીકાલની બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામ અંગે પણ કોઈ ચર્ચા નહિ થાય. જે પણ થશે તે ઉત્તરાયણ બાદ જ થશે. ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. કમલમ ખાતે આવતીકાલે ભાજપની મહત્વની બેઠક મળવાની છે. સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બોલાવવામાં આવી છે. મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને બેઠકમાં ચર્ચા થશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહેશે. રાષ્ટ્રીય સંગઠન પૂર્વના ગુજરાત પ્રભારી રાજદીપ રોય પણ હાજર રહેશે. હાલ બુથ લેવલના સંગઠન સંરચનાની કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com