ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી

Spread the love

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના 26 ગામના 8000 ખેડૂત ખાતેદારોના 7/12 ના ઉતારામાં કાચી નોંધ પાડતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે. ખેડૂતોના ખાતેદારમાં પાડેલી કાચી નોંધ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો રોડ ઉપર ઉતરીને ઉગ્યો વિરોધ કરવામાં આવશે. તેમ છતાં ન્યાય નહીં મળે તો કોર્ટના પણ દ્વાર ખખડાવવાની ચીમકી ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોએ ઉચ્ચારી છે.

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધી બનાવવા બનાવવામાં આવનાર સિક્સલેન રોડમાં ગાંધીનગર જિલ્લાના 26 ગામોના ખેડૂતોની ફળદ્રુપ અને વર્ષમાં ત્રણ પાક આપતી જમીન તેમાં જતી હોવાથી ખેડૂતોમાં રોષ ઊઠવા પામ્યો છે. ખેડૂતોની કીંમતી જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં જતી રહેતા ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે. ફળદ્રુપ જમીન સિક્સલેન રોડમાં જતી રહેતા ખેડૂતોની રોજીરોટી છીનવાઇ જવાથી ખેડૂતો પાયમાલ થઈ જશે તેવું સુર ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોમાં ઉઠવા પામ્યો છે. ખેડૂતોના વિરોધ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના 26 ગામના ખેતીની જમીનના 2060 સર્વે નંબરમાં 7/12 ના ઉતારામાં કાચી નોંધ પાડવામાં આવી છે. કાચી નોંધ પાડવાથી ખેડૂતોને ખેતી માટે મળતી લોન પણ મળશે નહીં. ઉપરાંત ખેડૂતો જમીન વેચી પણ શકશે નહીં. આથી ખેડૂતોના 7/12 ના ઉતારામાં કાચી નોંધ પાડવાના વિરોધમાં પ્રતાપપુરા બાલવા ખાતે ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોની મળેલી બેઠકમાં સૂર ઉઠવા પામ્યો છે.

ખેડૂતો ખાતેદારના 7/12 ના ઉતારામાં પાડવામાં આવતી કાચી નોંધ દૂર કરવાની માંગ ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત 8000 થી વધુ ખેડૂત ખાતેદારોમાં ઉઠવા પામી છે. ખેડૂત ખાતેદારના 7/12 ના ઉતારામાં આ કાચી નોંધ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ અસરગ્રસ્ત ખેડૂતોએ ઉચ્ચારી છે. કાચી નોંધ ના મામલે જિલ્લા તંત્ર તેમજ રાજ્ય સરકારમાંથી યોગ્ય ન્યાય નહીં મળે તો તેની અસર આગામી લોકસભાની ચૂંટણીના મતદાન ઉપર પણ પડશે. ઉપરાંત કોર્ટના દ્વાર પણ ખખડાવવાનો સૂર ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠકમાં ઊઠવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com