કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે, અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી : ઋષિકેશ પટેલ

Spread the love

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે.

આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામુ આપે તેવી એટકળો તેજ થઈ છે. ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકારા પ્રહાર કર્યા છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કઈ બાકી રહ્યું જ નથી તેમજ ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહી પરંતુ રાજનીતિ ચાલે છે. તેમણે કહ્યું કે, અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, કોંગ્રેસના નેતાઓ તેમની રીતે જ ભાજપમાં આવે છે અને PM મોદીને કોંગ્રેસના નેતાઓનો પણ સમર્થન મળે છે.

લોકસભાની ચૂંટણીને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે. અમે કોઈને બોલાવતા નથી. આ તો સતત ચાલતી પ્રોસેસ છે. કોંગ્રેસમાં નેતાઓ ગૂંગળાઈ રહ્યા છે રહ્યા છે તેમ પણ ઋષિકેશ પટેલ કહ્યું છે.

ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળવાની સંભાવના છે. તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ છે. ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપનો ગઢ ગણાતી ખંભાત વિધાનસભામાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યાં હતાં. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com