જુનાગઢના આંગણે કાગવડ-ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવી પહોંચતા ફુલની પથારીએ ભવ્ય સ્વાગત, નરેશ પટેલે કેન્સરના રોગને લઇને ચિંતા કરી

Spread the love

જુનાગઢના આંગણે કાગવડ-ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આવી પહોંચતા ફુલની પથારીએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ ઉપરાંત વિવિધ સ્થળોએથી લેઉવા પટેલ સમાજના ભાઇ-બહેનો યુવાનો શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ ઉપરાંત ગામડે ગામડે અને શહેરે શહેરમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડયા હતા.

માત્ર લેઉવા પટેલ સમાજ જ નહીં પરંતુ સર્વ સમાજ અઢારે વરણ તમામ જાતિ-જ્ઞાતિના ઉત્થાન માટે આરોગ્ય માટે ચિંતા કરી લેઉવા પટેલ સમાજ અને ખોડલધામ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ દ્વારા શિક્ષણ આરોગ્ય, સ્વચ્છતા , નમ્રતા સહિતના પાસઓએ ધ્યાને રાખી તેને જીંદગીનો મંત્ર બનાવી સમગ્ર લેઉવા પટેલ સમાજ સાથે જીવ માત્રને ઉપયોગી થવાના જીવન મંત્રને સાથે લઇ નીકળેલા નરેશભાઇ પટેલે હાલની સ્થિતિને ધ્યાને લઇ કેન્સરનો રોગ ઘરે ઘરે વ્યાપી રહ્યો છે તેના માટે કંઇક કી છુટવા મોટુ અભિયાન હાથ ધર્યુ છે.

આ અભિયાનને સાકાર કરવા રાજકોટ નજીક અમરેલી ગામ પાસે પ0 હેકટર જમીન ખરીદ કરી તેમાં ર40 કરોડના ખર્ચે ભારતની બેનમુન અદ્યતન કેન્સર હોસ્પિટલ ઉભી કરવાનો નિર્ધાર કરી તેઓ ઠેર ઠેર લેઉવા પટેલ સમાજના લોકો પાસે પહોંચી રહ્યા છે.

ગઇકાલે જુનાગઢ ઝાંઝરડા રોડ શિવમ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ લેઉવા પટેલ સમાજની મીટીંગ બોલાવી હતી. આ મીટીંગમાં જુનાગઢના નામાંકિત ડો.જી.કે.ગજેરા (ગજેરા લેબોરેટરી) જયરામભાઇ પટેલ, કરશનભાઇ ધડુક, ભાવેશભાઇ વેકરીયા, હસમુખભાઇ લુણાગરીયા, અમેરિકાથી રાહુલભાઇ પટેલ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી આગેવાનો રાજકીય હોદ્દેદારો ખોડલધામની વિવિધ સમિતિએ તેમજ બિલ્ડર્સ જેન્તીભાઇ વઘાસીયા, મહિલા સંગઠન ખોડલધામના મહિલા પાંખના પ્રમુખ નયનાબેન વઘાસીયા, યુવાનો, કાર્યકર્તાઓ, હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા.નરેશભાઇને ફુલડે વધાવી વિશાળ ગુલાબના હારથી નવાજયા હતા. દીપ પ્રાગટય નરેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નરેશભાઇ પટેેલે જણાવ્યું હતું કે હવે ઉંમર થઇ છે, મારે ગામડે ગામડેથી એક એક નરેશ પટેલ ઉભો કરવો છે. શિક્ષણક્ષેત્રે મોટી સફળતા મળી છે. વિશ્ર્વનું સૌથી ઉંચુ સરદાર પટેલનું સ્ટેચ્યુ, ખોડલધામ સહિતના અનેક કામો લેઉવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 15 દિવસ પહેલા અમદાવાદ ખાતે 7ર વિઘા જમીન સમાજ દ્વારા ખરીદ કરવામાં આવી છે. તમામ જ્ઞાતિ સમાજ અઢારે વરણના શ્રેષ્ઠીઓ મહાનુભાવો, સંતોના એક એક સ્ટેચ્યુ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. હજુ ઘણા કામો સમાજ દ્વારા કરવાના છે તેમાં એકલો નરેશ નહીં કરી શકે આરોગ્ય ક્ષેત્રે પગલુ ભરવા 300 ડોકટરોની મીટીંગ રાજકોટમાં લીધી હતી. ર017માં નકકી કર્યા મુજબ પ વર્ષમાં આ વિશાળ કેન્સર હોસ્પિટલ બનાવવાનું નકકી થયા બાદ અગિયાર શ્રેષ્ઠીઓની કમીટી દેશભરમાં ફરી અદ્યતન હોસ્પિટલોની મુલાકાત લઇ તેમની ચોખ્ખાઇ સહિતની બાબતોની નોંધ લઇ જે અમરેલી કેન્સર હોસ્પિટલમાં બેનમુન કેન્સર હોસ્પિટલ ઉભી કરવા આગામી 21-1-2024ના નાની સાત બાળાઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ કેન્સર હોસ્પિટલ સાથે દેશની નામાંકિત ટાટા મેમોરીયલ જોડાવવા ઇચ્છુકતા દર્શાવી હોવાનું ચેરમેન નરેશભાઇ પટેલે જણાવ્યું હતું. અત્યંત આધુનિક કેન્સર હોસ્પિટલ અમરેલી (રાજકોટ) ગામ ખાતે બનશે જેથી કોઇ પણ દર્દીને અમદાવાદ કે મુંબઇ નહીં જવું પડે.

તા. 21-1-2024ના રોજ અમરેલી ખાતે લાખોની સંખ્યામાં પૂજનવિધિમાં લોકો જોડાશે. આ કામ અઘરૂ છું પરંતુ જુનાગઢ કાયમ માટે આવા કામમાં અગ્રેસર રહ્યું છે. હાલ કોઇ ફંડ લેવાનું નથી માત્ર કાગળ ઉ5ર યાદી તૈયાર કરવાની છે. બીજી સુચના મળ્યા બાદ જ દાતાઓનું ફંડ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પ્રાસંગિક પ્રવચનમાં હરસુખભાઇ લુણાગરીયાએ જણાવ્યું હતું કે અઢારે વરણ સર્વ સમાજની ચિંતા લેઉવા પટેલ સમાજ કાયમ કરે છે. દરેક જ્ઞાતિના શ્રેષ્ઠીઓના સ્ટેચ્યુ મુકવાનું નકકી કરાયું છે. મા ખોડલ અને મહાદેવના આશિર્વાદથી નરેશભાઇ પટેલ સફેદ કપડામાં સામાજીક સંત છે. દરેક સમાજની મુશ્કેલીની ચિંતા કાયમ કરે છે. પાંચ પચ્ચીસ ઉદ્યોગપતિઓ શ્રેષ્ઠીઓ ર40 કરોડ ખર્ચીને હોસ્પિટલ ઉભી કરી શકે તેમ છે. પરંતુ નરેશભાઇ પટેલની ઇચ્છા છે કે રૂા. 10-20 આપી શકે તેવી વ્યકિતને પણ લાભ મળે કે આમા અમારૂ પણ યોગદાન છે. તે હેતુથી એક એક વ્યકિતનું યોગદાન લેવાનું નકકી કરાયું છે. એક ચોરસ મીટરના રપ00 નકકી કરાયા છે જેથી દરેક વ્યીકતને પરવડી શકે તે માટે કેન્સર હોસ્પિટલમાં દરેકનું યોગદાન મળી શકે તેવો નિર્ણય નરેશભાઇ પટેલે કર્યો છે.વિદેશની ધરતી લંડન ખાતે બીજુ ખોડલધામ ઉભુ કરવા પટેલ સમાજના લંડન વસતા પટેલ સમાજ સહયોગ આપવા તૈયારી દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com