શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગાંધી પ્રતિમા સામે ધરણા પર પણ બેસી ગયા હતા.
આ પછી તેઓ સંસદના પ્રવેશદ્વાર પર બેસીને ચર્ચા કરી રહ્યા હતા. તે જ સમયે TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની મિમિક્રી કરી હતી અને રાહુલ ગાંધીએ તેમનું રેકોર્ડિગ કર્યું હતું. મિમિક્રીનો વીડિયો જગદીપ ધનખરે જોયા બાદ સાંસદ પર ગુસ્સે થયા.
ઘટનાને શરમજનક ગણાવતા ઉરાજ્યસભા અધ્યક્ષએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અસ્વીકાર્ય છે.
રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું, “ઘટાડાની કોઈ સીમા નથી. મેં ટીવી પર એક વીડિયો જોયો જેમાં એક સાંસદ તેની મિમિક્રી કરી રહ્યા છે, જ્યારે એક મોટા નેતા તેનો વીડિયો બનાવી રહ્યા છે. તેમને સદબુદ્ધિ આવે”. તેમણે વધુમાં કહ્યું કે “ક્યાંક તો બક્શો.”
રાજ્યસભાના અધ્યક્ષ આ ઘટનાથી ખૂબ નારાજ છે. તેણે કહ્યું કે મારી અવગણના કરવામાં આવી છે. મારી પૃષ્ઠભૂમિની મજાક ઉડાવવામાં આવી છે. મારા પદની મજાક ઉડાવવામાં આવી છે. મારી કૃષિ પૃષ્ઠભૂમિની મજાક ઉડાવવામાં આવી છે.
જ્યારે ટીએમસી સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ ત્યાં હાજર હતા.
13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષ બંને ગૃહોમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યા છે. આ માંગને લઈને વિપક્ષી સાંસદોએ બંને ગૃહોમાં હંગામો મચાવ્યો હતો. આ હંગામા પછી 14 ડિસેમ્બરે TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને રાજ્યસભામાં શિયાળુ સત્ર માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે કેટલાક સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી બંને ગૃહોના 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડેડ સાંસદો માંગ કરી રહ્યા છે કે, ‘જે ભાજપના સાંસદના પાસ દ્વારા હુમલાખોરો (સ્મોક એટેક) સાંસદમાં ઘૂસ્યા હતા તે સાંસદ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ સરકાર ફક્ત અમારી સામે જ કાર્યવાહી કરી રહી છે’. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે જગદીપ ધનખરને પત્ર પણ લખ્યો હતો.