ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીની ન્યૂડ કોલને લઈને અપીલ કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં ન્યુડ કોલ દ્વારા લોકોને ફસાવવાની ઘટનાઓ પણ વધારો થયો છે.
આ તરફ હવે હર્ષ સંઘવીએ અપીલ કરી છે કે, ન્યૂડ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની જરૂર નથી. આ પ્રકારની ઘટના બને તો તરત પોલીસ સ્ટેશન જાઓ. આપઘાત કરવાની જરૂર નથી. આ સાથે કહ્યું કે, આ પ્રકારની ઘટનામાં ક્યાંયથી સાથ ન મળે તો મને સંપર્ક કરો. તંત્ર આવા લોકો સામે કડક પગલા લેશે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આપ સૌ લોકો આ રાજ્યના જવાબદાર નાગરિક છો. ફેશન્સ અને સોશ્યલ મીડિયાના જમાનામાં મારી આપ સૌને વિનંતી છે કે, તમે તમારી લાઇફમાં બધું જ એન્જોય કરો, પરંતુ કોઇ પણ પ્રકારે આ ડ્રગ્સના ફેશન સ્ટેટમેન્ટથી નજીક આપ કોઇ ક્યારેય ન જતા. ટીનેજમાં ક્યાંક ને ક્યાંક યુથ નાના-મોટા સેન્ટિમેન્ટના કારણે ડ્રગ્સની નજીક જતા રહે છે. જો કોઈ મિત્ર ડ્રગ્સ લેતો હોય તો એને સપોર્ટ ન કરતા.