જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Spread the love

રાજય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACBના અધિકારી-કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, તકેદારી આયોગ કમિશનર સંગીતા સિંઘ સહિત રાજ્યભરના એન્ટી કરપ્શન બ્યુરો – ACBના ઉચ્ચ અધિકારીઓ- અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજે મુખ્યમંત્રીએ ACBના અધિકારી-કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવીને કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે.હવે દુનિયા આખીની નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે. તેના મૂળમાં પણ વડાપ્રધાન મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોન્ગ પોલિટીકલ વિલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નશ્યત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા ACB કરે છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ખોટું કરનારાઓને સજાની શરૂઆત વડાપ્રધાનના નેતૃત્વમાં થઇ છે અને ઝિરો ટોલરન્સનો તેમનો ધ્યેય પણ સાકાર થઈ રહ્યો છે.

આજના સમયમાં ભૌતિક સુખની પાછળ મનુષ્ય રચ્યો-પચ્યો રહે છે. સુખની આવી અપેક્ષા પૂરી કરવા તેને આવકના અન્ય ઉપાયો, આવક મેળવવાના ખોટા રસ્તા કે હથકંડા અપનાવવા ની નોબત આવે છે.આવી આવકના સુખમાં તો પરિવારના સૌ ભાગીદાર બને, પરંતુ જ્યારે ગુનાની સજા થાય ત્યારે જે તે વ્યક્તિએ એકલા એજ ભોગવવી પડે છે. તેમણે વિકસિત ભારત@2047નો વડાપ્રધાનનો સંકલ્પ પાર પાડવામાં વિકસિત ગુજરાત થકી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ACB કર્મીઓને પોતાનું અગ્રિમ યોગદાન આપવા પણ આહવાન કર્યુ હતું.

મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, સમાજમાં ભ્રષ્ટાચારનું દુષણ અટકાવવા માટે આ ચિંતન શિબિર ખૂબ જ મહત્વની સાબિત થશે એટલું જ નહીં આ શિબિર આજના સમયની માંગ છે. ભ્રષ્ટાચાર એ સમાજમાં રહેલી ઉધઈ છે જે સમાજ અને દેશને અંદરથી ખોખલો બનાવે છે, વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે તંત્રમાં વધુને વધુ પારદર્શકતા લાવી પડશે. RTI જેવા મજબૂત કાયદાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

લાંચ લેવાની જે મોડસ ઓપરેન્ડી જેતે લોકો દ્વારા અપનાવવામાં આવે છે તેનો પણ એક મેન્યુઅલ બહાર પાડવો જોઈએ જેથી સામાન્ય નાગરિકોમાં તેનાથી જાગૃતિ આવે અને ભ્રષ્ટાચાર અટકાવવામાં મદદરૂપ થઈ શકાય.લાંચ રૂશ્વત બ્યુરોના વડા શમશેરસિંગે રાજ્યમાં આ પ્રથમ ચિંતન શિબિરની રૂપરેખા આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લાંચ રૂશ્વત અટકાવવા માટે 1064 ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે જેનો નાગરિકો મહત્તમ ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળને સહયોગ કરી રહ્યા છે.

આ અવસરે રાજ્યની સ્કૂલના બાળકો પણ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાય તે હેતુથી લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા ‘ભ્રષ્ટાચારની પોલ ખોલો’ વિષય પર એક નિબંધ સ્પર્ધાનું આયોજન સતર્કતા સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પ્રથમ ત્રણ નિબંધ લેખન વિજેતા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે આ શિબિરમાં સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com