અમદાવાદ રેલવે સ્ટેશન પર પોતાની વિવિધ માંગણીઓને લઇને રાજધાની એક્સપ્રેસ ટ્રેન રોક્વાના ગુનાનાં કેસની આજની મુદતમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી શર્ટનું બાયો ચઢાવીને કોર્ટમાં આવ્યા હતા. જિજ્ઞેશની વર્તુણકને ધ્યાનમાં લઇને એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બ્રિજેશ કુમાર રાજપૂતે તેની ટકોર કરી હતી.
આખરે જિજ્ઞેશને બાયોં નીચે ઉતારવાની ફરજ પડી હતી. આ કેસની વઘુ સુનાવણી હવે 20 સપ્ટેમ્બર ૫૨ મુકરર થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગઇ મુદતે મોડા આવવા બદલ કોર્ટે જિજ્ઞેશ સામે વોરંટ નિકાળ્યું હતું.
ત્યારબાદ કોર્ટે 200 રૂપિયાનો દંડ કરી વોરંટ રદ કર્યું હતુ. દલિત સમાજની કેટલીક પડતર માંગણીને લઇને 11 જાન્યુઆરી ૨૦૧૭ના રોજ સાંજે જિજ્ઞેશ સહિત બે ડઝનથી વધુ લોકો અમદાવાદ રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે રાજધાની એક્સપેસને રોકીને સરકાર વિરોધી સૂત્રોંચ્ચાર કર્યા હતા.
જેના કારણે ટ્રેન વ્યવહાર 20 મિનિટ સુધી રોકાઈ ગયો હતો. આરપીએફના જવાનોએ તેમને હટાવવા પ્રયાસ કરતાં તેમના પર હુમલો કર્યો હતો. જેથી આ મામલે જિજ્ઞેશ મેવાણી સહિત સહિત બે ડઝન લોકો સમે ફરિયાદ નોંધાઇ હતી.