બેંક લોકરમાં પડેલા દાગીના સુરક્ષિત છે ખરા…? જાણો

Spread the love

શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, કે જે જોતા સાબિત થાય છે કે તમારા બેન્કના લોકરમાં પડેલા દાગીના પણ સુરક્ષિત નથી. વડોદરામાં રહેતા રિતેશ ગઢીયા નામના વ્યક્તિના બેન્ક લોકરમાંથી સોનાના 3.86 લાખની કિંમતના 19.50 તોલાના દાગીના ચોરી થયાની ફરિયાદ કરી છે. જે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

રિતેશ ગઢીયા રેસકોર્સ સર્કલ ખાતે પરમેશ્વર કૃપા ઇલેક્ટ્રીકલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પરિવારના સભ્યોની કિંમતી ચીજવસ્તુઓ રાખવા માટે એપ્રિલ 2018 થી ઇન્ડસઇન્ડ બેન્કની માંજલપુર શાખામાં લોકર ખોલાવ્યું હતું. કોઇપણ બેન્કના લોકર સામાન્ય રીતે બે ચાવીઓથી ખુલતા હોય છે. જે પૈકીની એક ચાવી બેન્કના સ્ટાફ પાસે અને બીજી ચાવી લોકરધારક પાસે રહે છે. કોઇપણ એક ચાવીથી લોકર ખુલી શકતું નથી.

ગત 24-2-2019ના રોજ રિતેશ ગઢીયા અને તેમના પત્નીએ લોકર ખોલીને તેમાંથી અમુક ચીજવસ્તુઓ કાઢી અને દાગીના મૂક્યા હતાં. ત્યારબાદ ગત 28-7-2019ના રોજ લોકર ખોલ્યું ત્યારે તેમાંથી સોનાના 3.86 લાખની કિંમતના 19.50 તોલાના દાગીના ગૂમ હતાં. જે અંગે બેન્ક મેનેજરને ફરિયાદ કરવા છતાંય બેંક મેનેજરે યોગ્ય કાર્યવાહી નહી કરતા છેવટે રિતેશ ગઢીયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વની વાત છે કે આ જ બેંકના અન્ય એક લોકર ધારક જય પંચાલના લોકરમાંથી પણ અગાઉ નવ તોલાની ત્રણ સોનાની ચેઇન ચોરાઈ હતી. જેની અરજી અગાઉ મકરપુરા પોલીસમાં આપી હતી.

પોલીસે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં બેન્કના સીસીટીવી કેમેરા પોલીસ તપાસી રહી છે સાથે જ પોલીસે બેન્કના લોકરમાંથી ફરીયાદીના સંબંધી, બેન્કના કર્મચારીઓ કે કોઈ અન્ય લોકરધારકે ચોરી કર્યાની આશંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી છે. ઈન્ડસઈન્ડ બેન્કના લોકરમાંથી વારંવાર દાગીનાની ચોરી થતા બેન્કની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. સાથે જ બેન્કના કર્મચારીની જ સંડોવણી હોવાની પ્રબળ શકયતા સેવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com