રાજ્યના અને સ્થાનિક મુદ્દાઓ પર ‘આપ’ કાર્યકર્તાઓએ લોકો સાથે ચર્ચા કરી
અમદાવાદ
આમ આદમી પાર્ટી દ્વારા શરૂ થયેલ જનસંપર્ક અભિયાન સમગ્ર ગુજરાતની તમામ 26 લોકસભા અને 182 વિધાનસભામાં ચાલી રહ્યું છે. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં તાલુકા પ્રમુખ કાળુસિંહ સોલંકી, શહેર પ્રમુખ ઇન્દ્રભાઈ તુવર અને વિધાનસભા પ્રમુખ કાળુભાઈ સહિત કાર્યકર્તાઓએ જનસંપર્ક અભિયાન ચલાવ્યું હતું. આ જન સંપર્ક અભિયાનમાં તેઓએ ગુજરાતના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડ્યા હતા અને સ્થાનિક મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરી હતી.
છેલ્લી વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં ભાજપની સરકાર બની એ વાતને એક વર્ષ થયું, અને આ એક વર્ષ દરમિયાન ભાજપે કરેલા વાયદાઓ અને આમ આદમી પાર્ટી એ કરેલા વાયદાઓમાં શું ફરક છે, આજે ગુજરાતની પરિસ્થિતિમાં શું ફરક છે અને આ બધાનો ગુજરાતના સામાન્ય લોકોના જીવનમાં શું ફરક પડ્યો છે, એની તમામ વિગતો લોકો સુધી પહોચાડવામાં આવી હતી. સાથે સાથે ભાજપ સરકારના રાજમાં ગુજરાતમાં ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ, યુવાનોની બેરોજગારી અને મહિલાઓ વિરુદ્ધ વધતા અપરાધ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.