કેનાલ સાથે ટ્રક અથડાયો, પાણીની રેલમછેલ… જાનહાની ટળી

Spread the love

ઉદયપુર-અમદાવાદ હાઈવે પર શુક્રવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વાત જાણે એમ છે કે, ખેરવાડા નજીક માલ ભરેલી ટ્રક હાઇવે ઉપરથી પસાર થતી સોમ-કાગદર ડેમની કેનાલ સાથે અથડાઈ હતી.

પુરપાટ ઝડપે આવતી ટ્રક સાથે અથડાવાને કારણે કેનાલ તૂટી ગઈ હતી. ઘટના સમયે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું. જેના કારણે કલાકો સુધી લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું હતું. શરૂઆતમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો. જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઉદયપુર-અમદાવાદ હાઈવે થયેલ અકસ્માત બાદ રાહદારીઓની માહિતીના આધારે પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સૌપ્રથમ ટ્રાફિક જામ દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને કેનાલ અંગે સંબંધિત અધિકારીઓને પણ જાણ કરી હતી. ભારે જહેમત બાદ પોલીસે વન-વે ટ્રાફિક શરૂ કરીને જામ હટાવ્યો હતો. આ અકસ્માતથી સામાન્ય લોકોની સાથે પોલીસ પણ આશ્ચર્યચકિત છે.

લોકોનું કહેવું છે કે, આ કેનાલ વર્ષોથી બનેલી છે. વર્ષોથી અહીંથી ટ્રાફિક પસાર થાય છે. પરંતુ આ પ્રકારનો અકસ્માત પ્રથમ વખત બન્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ અકસ્માત થયો તે સમયે ટ્રકની સ્પીડ ઘણી વધારે હતી. સામાન તેની ક્ષમતા કરતા વધારે ભરાઈ ગયો હતો. સ્પીડ વધુ હોવાને કારણે ડ્રાઈવરને ખ્યાલ નહોતો કે કિનારે ભરેલો સામાન કેનાલમાં અથડાઈ જશે. અકસ્માત દરમિયાન ટ્રકનો આગળનો ભાગ કેનાલની બહાર ગયો હતો. પરંતુ સામાન ભરેલ પાછળનો ભાગ નહેરમાં અથડાયો હતો. જેના કારણે કેનાલ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ સાથે રસ્તા પર જોરદાર ધોધમાર પાણી વહેવા લાગ્યા હતા.

ઘટના બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડેમમાંથી છોડવામાં આવતા પાણીને તાત્કાલિક બંધ કરાવ્યું હતું. જોકે ટ્રોલી કાઢી શકાઈ ન હતી, જેનો પાછળનો ભાગ કેનાલના તૂટેલા ભાગમાં ફસાઈ ગયો હતો. ઉતાવળમાં ક્રેનની મદદથી દૂર કરવામાં આવતા કેનાલનો તૂટેલા ભાગ એકસાથે પડી જવાની ભીતિ છે. કેનાલ રીપેરીંગ કરવા અંગે વિભાગીય કક્ષાએ ચર્ચા શરૂ થઇ છે. ઉલ્લેખનીય છે કે, કાગદર કેનાલ નક્કર સિમેન્ટની બનેલી છે. જેના દ્વારા ખેડૂતોને તેમના પાકને સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com