ગાંધીનગરનાં આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. કર્ણાટકથી પરત ફરેલ પ્રોફેસર દંપતીનો રિપૉર્ટ પોઝિટિવ આવ્યો છે. એજ રીતે સિંગાપુરથી આવેલ સેકટર – 29 ની શિક્ષિકા પણ કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થતાં શહેર – જિલ્લામાં કોરોનાનો આંકડો આઠ થઈ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક પછી સિંગાપુરથી પરત ફરેલા શિક્ષિકા પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી ગઈ છે.
દંપતી તાવ અને કફની બીમારીમાં સપડાયું હતું
ગાંધીનગરમાં ધીમે ધીમે કોરોનાના કેસો સામે આવવા માંડ્યા
છે. ગાંધીનગર આઈઆઈટીમાં પ્રોફેસર દંપતી બેંગ્લોર
કર્ણાટકથી પાંચ દિવસ અગાઉ પરત આવ્યું હતું. ગાંધીનગર
આવ્યા પછી અનુક્રમે 48 અને 42 વર્ષીય પતિ-પત્ની તાવ…
અને કફની બીમારીમાં સપડાયા હતા. જેમનો કોરોના ટેસ્ટ
કરવામાં આવતાં બંને કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું
છે. આથી પ્રોફેસર દંપતીને આઈઆઈટીનાં તેમના ક્વાર્ટર્સમાં
હોમ આઈસોલેશનમાં સારવાર શરૂ કરી દેવાઈ છે. પ્રોફેસર
દંપતીએ કોરોના રસીનાં ત્રણેય ડોઝ લીધા હોવા છતાં
કોરોનાનો ચેપ લાગતા જીનોમ સિકવન્સ લેબમાં મોકલી
આપવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોનું
પણ ટ્રેકિંગ – ટ્રેસિંગ શરૂ કરી દેવાયું છે.
બીજી તરફ સેકટર – 29માં રહેતા 59 વર્ષીય શિક્ષિકા પણ કોરોના પોઝિટિવ હોવાનો રીપોર્ટ આવ્યો છે. શિક્ષિકા બે દિવસ પહેલા સિંગાપુરથી પરત ગાંધીનગર ફર્યા હતા. બાદમાં તાવની બીમારીમાં સપડાતા કોરોના રિપૉર્ટ કરવામાં આવ્યો હતો. જે રીપોર્ટ પોઝિટિવ આવતાં શિક્ષિકાને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલ ત્રણ સભ્યોને પણ કોરોનટાઈન કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
આઠ વર્ષનો બાળક સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કલોલ-ધમાસણાથી દક્ષિણ ભારતના ધાર્મિક પ્રવાસમાંથી પરત ફરેલી સેક્ટર-6ની બે બહેનો કોરોનામાં સપડાયા બાદ આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું અને ચેપ પ્રસરે તે પહેલા પ્રવાસમાં ગયેલા તમામ યાત્રિકોના સંપર્ક કરીને તેમનું ટેસ્ટીંગ શરૂ કરી દેવાયું હતું. જે દરમિયાન સેક્ટર-3 અને કલોલમાંથી એક-એક પોઝિટિવ મહિલા દર્દી મળી આવ્યા બાદ વાવોલમાં રહેતા પરિવારનો આઠ વર્ષનો બાળક સંક્રમિત હોવાનું પણ સામે આવ્યું હતું.
આરોગ્ય તંત્રની તપાસમાં ધમાસણા-કલોલથી ધાર્મિક ટૂરમાં ગયેલા પ્રવાસીઓમાં કોરોના ફેલાઇ રહ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. જેને લઈને ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મૂલા મુજબ દક્ષિણ ભારતની ટૂરના જ પાંચ યાત્રિકો સંક્રમિત થયા છે. સેક્ટર- 6માં રહેતી 57 અને 59 વર્ષની બે બહેનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રવાસીઓને ટ્રેક કરીને ટેસ્ટીંગ કરતા સેક્ટર-૩ અને કલોલના કલ્યાણપુરાના રહેતી મહિલા કોરોનામાં સપડાઇ હોવાનું આવ્યું હતું. જે બાદ ટૂરમાં ગયેલ પરિવારનો આઠ વર્ષનો બાળકનો રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યો હતો.
વાવોલમાં રહેતા પરિવારના આ બાળક મળીને કુલ પાંચ એક્ટિવ કેસ હતા. જ્યારે આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આઠ થઈ ચૂકી છે. જેને.. લઈને આરોગ્ય તંત્ર દ્વારા 40 થી વધુ લોકોને ક્વૉરન્ટિન કરીને સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લામાં કોરોનાની સંખ્યા આઠ થઈ આમ હાલની સ્થિતિએ ધીમે ધીમે શહેર – જિલ્લામાં કોરોનાની સંખ્યા આઠ થઈ ચૂકી છે. જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા કર્ણાટક અને સિંગાપુર ઉપરાંત વિદેશથી પરત આવેલા યાત્રીઓને તકેદારીના ભાગરુપે કોરોના ટેસ્ટ કરાવવાની ખાસ તાકીદ કરાઈ છે.