કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી

Spread the love

અમદાવાદમાં આતુરતાથી રાહ જોવામાં આવી રહેલા સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કાર્નિવલનો આજે 25 ડિસેમ્બરના મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે.નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો મૂકવામાં આવી છે.

આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ આ કાર્નિવલમાં લેસર શો સહિત વિવિધ રાજ્યોના નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લોકડાયરા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદ મેયર સાથે અન્ય AMC ના અધિકારી ઉપસ્થિત રહ્યા છે. એટલું જ નહીં ભગવાન રામના ધનુષની થીમ પર ગેટ બનાવાયો છે.

અમદાવાદના લોકોમાં આજથી શરૂ થતાં કાંકરિયા કાર્નિવલને લઇ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉદ્ઘાટન પહેલા ડાયરા અને ગરબાની મોજ શરૂ થઈ છે. મહિલા કોર્પોરેટરોએ ગરબા કરતા જોવા મળ્યા હતા. તેમજ વોક વે પર પણ મોટી સંખ્યામાં સ્થાનિકો ગરબા રમતા જોવા મળ્યા છે.

આ વખતે કાંકરિયા કાર્નિવલમાં મંકીબ્રિજ, ટાયર ટનલ, ટાયર ચિમની, ટાયર જંપ, ટનલ વોકિંગ, હેંગિંગબ્રિજ, સર્કલ ટાયર જંપ જેવી પ્રવૃત્તિઓ ધરાવતી બાળનગરી ઊભી કરવામાં આવી છે, જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓની મજા માણી શકશે.કાંકરિયા વ્યાયામ શાળા પાસે બનાવવામાં આવેલી બાળનગરીનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ આજે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે. જે વિકાસમાં આગળ વધારશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મેયર દ્વારા રૂ.216 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ- ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. મણીનગર વિસ્તારમાં સ્લમ રિહેબિલિટેશન પોલીસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. બે લાભાર્થીઓને મકાનની ચાવી આપી હતી.

  • લોકડાયરો, બોલિવૂડ ફ્યુઝન, દિવ્યાંગ બાળક દ્વારા ગીત, ખાનગી સ્કૂલનાં બાળકો દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ, શિવતાંડવ, સિનિયર સિટિઝન દ્વારા દેશભક્તિનાં ગીતો, નૃત્ય નાટિકા, સિંધી નાટક, સૂફી ગઝલ તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન
  • જુદા-જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા રોક બેન્ડ પર્ફોર્મન્સ, ઈન્સ્ટ્રુમેન્ટલ પર્ફોર્મન્સ, લાઈવ માઉથ ઓર્ગન, શાસ્ત્રીય ગાયન સાથે સમૂહ તબલાવાદન, ગરબા, ભારતનાટ્યમ, કુચીપુડી નૃત્ય, દશાવતાર થીમ આધારિત નૃત્ય નાટિકા, બોલિવૂડ ડાન્સ કાર્યક્રમ, કરાઓકે સિંગિંગ જેવા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ કાર્યક્રમો તેમજ જાદુગર શોનું આયોજન
  • કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનારા લોકોના આકર્ષણરૂપે દરરોજ કાર્યક્રમના અંતે ‘વિકસિત ભારત સંકલ્પ થીમ આધારીત લેસર શોનું આયોજન
  • દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.
  • ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું ખાસ આયોજન
  • શહેરની વિવિધ શાળાઓ દ્વારા બેન્ડ નિદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
  • વિવિધ થીમ આધારિત રંગબેરંગી લાઇટિંગ તથા મલ્ટી કલર લેસર દ્વારા આગવું એમ્બિયન્સ ઊભું કરવામાં આવશે.
  • હેરિટેજ અમદાવાદ અને વિકસિત ભારતની થીમ પર વર્ચ્યુઅલ રિયાલિટી શો પણ કરવામાં આવશે.
  • કાંકરિયા ખાતે ચંદ્રયાન-3 અને ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર તેમજ કાંકરિયા પરિસરમાં જુદી જુદી જગ્યાઓએ ચંદ્રયાન-3 અને ‘મારું શહેર, મારું ગૌરવ’ થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવશે.
  • લાઈવ કેરેક્ટર્સ મુલાકાતીઓનું મનોરંજન કરશે અને ખાસ નાનાં બાળકો તેમની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે.
  • ડિફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાઇસિકલ રેલી કરવામાં આવશે.
  • કાર્નિવલ દરમિયાન સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
  • કાંકરિયા કાર્નિવલ દરમિયાન ફુડ ફેસ્ટિવલનું આયોજન
  • કાંકરિયા પરિસરમાં જુદાં-જુદાં સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા.
  • વિખૂટા પડી ગયેલાં બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવશે
  • સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ સુસજ્જ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com