Gj-૧૮ ખાતે જમીનો, મકાનોના ભાવ આસમાને ગયા બાદ હવે ૫૦ લાખથી ઓછી ગાડી નહીં ફેરવવાની અને ગળામાં મોટી ચેન પહેરવાની આવા ઘણા અભરખા લોકોને જાગ્યા છે, પણ ભાઈ, આ રોડ રસ્તા ભારતના છે, વિદેશના નહીં, જરા પણ શરત ચૂક થઈ જાય તો ગાડી અડી જાય અને ગાડીને સહેજ પણ ગોબો પડી જાય તો ગાડીમાંથી હુમલો કરવા સાધનો કાઢે, ભારે સીનસપાટા ગણવા કે નાણાં ગાડીની ચરબી, ત્યારે પોલીસે પણ આ પ્રશ્ન હવે કડકાઇ કરવાની જરૂર છે, નાની વાતમાં કાયદો હાથમાં લઈને સીનસપાટા કરતા તત્વો ઉપર સપાટો બોલાવવાની જરૂર છે,
પ્રાપ્ત વિગતો અનુસાર gj-૧૮ ન્યુ એવા રિલાયન્સ ચોકડી પાસે આવેલા સર્કલ પાસે રોજબરોજ ટ્રાફિકના દ્રશ્યો જાેવાય છે, તેમાં ગઈકાલે ચાર વાગ્યાની આસપાસ જાહેર ચાર રસ્તા પાસે બખેડો થઈ ગયો હતો અને એક બિલ્ડર દ્વારા કાયદો હાથમાં લઈને એડવોકેટને માર માર્યો હતો, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક વકીલો દ્વારા આ મુદ્દે ગુસ્સામાં એકતાના દર્શન થયા હતા અને લોકોએ આ પ્રશ્ને ભારે વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે જમીનોના ભાવ ઉંચે જતા હવે વાપરવા ક્યાં? ત્યારે ભારત દેશની વસ્તી પણ કુદકે ને ભૂસકે વધી છે, માણસોની સંખ્યા કરતાં વાહનો વધી ગયા છે, ૫૦ થી એક કરોડની ગાડીઓ આ રોડ માટેની નથી, ત્યારે ગાડી અડી જાય એટલે મગજના ખુઠ્ઠા હલાવીને કોઈની ઉપર હુમલો અને કાયદો હાથમાં લઈને તડાફટી મચાવે એ યોગ્ય નથી, ત્યારે રેન્જ આઈજી યાદવ તથા પોલીસ અધિક્ષક પણ કડક આવ્યા છે, ત્યારે ઘણા તત્વો જે સીન સપાટા કરતા હોય તેમને પાઠ ભણાવવાની જરૂર છે, બાકી સબ ચલતા હૈ પણ, gj-૧૮ ખાતે જ ચાલવાનું નથી, હમણાં ઘણા બીજા જિલ્લામાંથી મગજ વગરની આઈટમ આવીને બુલેટના ધડાકા કરતા સચિવાલય જેવા પ્રતિબંધિત વિસ્તારો તથા ચ-રોડ ઉપર ધડાકા કરતા જાેવા મળે છે, ત્યારે આ કાન ફાડી નાખે તેવા અવાજાે થી બુલેટો લઈને નીકળતા તત્વો gj-૧૮ ના નથી, જેથી કડક હાથે કામ લઈને આરટીઓની પાવરફુલ કલમો નો ઉપયોગ કરીને ઝબ્બે કરવાની જરૂર છે, ત્યારે ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે વકીલોનો સમુહ આ બનાવ બનતા હાજર હતો, ત્યારે એફઆઇઆર કરવા ફરિયાદ ફરિયાદીએ આપી હતી, પણ સમાધાન થયું કે પછી ગુનો દાખલ તે હાલ પુષ્ટિ થઈ નથી, બાકી ઘટના બની તે વીડિયો પણ વાયરલ થયો હતો.
——
વિગતોનુસાર ફરીયાદી હાર્દીક બારોટ (સરગાસણ) દ્વારા ફરીયાદ કરેલ છે,જે વ્યવસાયે વકીલ છે, તથા મર્સીડીઝ ગાડીના માલીક કનુભાઇ ચૌધરી વિરુદ્ધ ફરીયાદ દાખલકરેલ હોવાનું સામે આવ્યું છે, ફરીયાદમાં શૂટ કરી દઇશ, રીવોલ્વર રાખુ છે, બિલ્ડર દ્વારા ઇસમને મોઢા ઉપર ફેંટો મારી હોવાની અને લાતો મારી હોવાની તથા ધમકી આપી હોવાની ફરીયાદ થવા પામેલ છે,
બિલ્ડર દ્વારા વકીલ પર થયેલ હુમલાના પ્રકરણમાં અનેક વકીલો દ્વારા સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો, ૫૦ થી ૧ કરોડના વાહનો આ રોડ માટેના છે, ખરા? ચઢી જાય એટલે સીન સપાટા મારતા તત્વોના પણ સીન કરવાની પોલીસે જરૂર છે
ચ-રોડ પ્રતિબંધિત હોવા છતાં બુલેટમાં મોટા ફટાકડા ફોડતા અને જાેડે ફટાકડી બેસાડીને સીનસપાટા સાથે પ્રદૂષણ તડાકા ભડકા કરતા તત્વોને પકડવાની તાતી જરૂર છે