ગુજરાતમાં કોરોનાવાયરસના પગલે દેશમાં સ્થિતિ વિકટ છે. રોજ બરોજ કેસોની સંખ્યામાં ઘટાડો થવાના બદલે વધારો થતો જાય છે. ત્યારે દવાખાના, હોસ્પીટલો પેક છે. ત્યારે રાજ્ય સરકાર ગરબા ને લઈને અસમંજસ માં છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક જાટકે પ્રજાની ચિંતા કરીને ગરબાને મંજૂરી ન આપવી જોઈએ એવું નિવેદન કર્યું છે અને આ નિવેદનથી પ્રજામાં પણ ચર્ચાનો વિષય સાથે તેમનું મંતવ્ય પણ પોઝિટિવ હોવાનું અને જે નિર્ણય અને મંતવ્ય સી.આર.પાટીલ નો છે તે યોગ્ય હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના ઘણા શહેરોની મુલાકાત બાદ તેમણે પરિસ્થિતિ ઉપર પણ ચાંપતી નજર રાખી હતી. ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ડે.મુખ્યમંત્રી સોઈ ઝાટકીને કહી નથી શકતા કે આ સ્થિતિમાં ગરબા ની મંજૂરી નહીં મળે પણ પ્રજાની ચિંતા કરીને પ્રદેશ પ્રમુખે એક ઝાટકે જે નિવેદન આપ્યું છે. તેમાં પ્રજામાં આ નિર્ણયને આવકાર્યું હોય તેવું લાગી રહ્યું છે. અને ડોક્ટરોમાં પણ ગરબાનો અંડરકરંટ વિરોધ જોવાઈ રહ્યો છે.