ધબકતું ગુજરાત, વેગવંતુ ગુજરાતમાં હવે રાજયમાં ભણતા વિધાર્થીયો જે સરકારી શાળામાં ભણે છે, તેમાં હજારો જગ્યાઓ ખાલી છે. ત્યારે રાજ્યમાં સરકારી સ્કૂલમાં શિક્ષકોની અછત ના આંકડા સામે આવ્યા છે, રાજ્યની માધ્યમિક સ્કૂલમાં 1 હજાર 225 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 533 શિક્ષકોની અછત છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં આચાર્ય-શિક્ષકોની જગ્યા ખાલી છે, રાજયના 33 જિલ્લામાં આચાર્યની 1 હજાર 896 જેટલી જગ્યા ખાલી છે. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. જે પૈકી અંગ્રેજી વિષયના 601 શિક્ષકોની, ગણિત-વિજ્ઞાનમાં 1 હજાર 049 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, સરકારે વિધાનસભામાં આંતરિક પ્રશ્નોતરી દરમ્યાન શિક્ષકોની ઘટ અંગે લેખિતમાં જવાબ આપ્યો છે. શાળામાં શિક્ષકોની અછત માધ્યમિક શાળામાં ૧,૨ રપ શિક્ષકોની અછત ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ૩૩ શિક્ષકોની અછત, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકોની અછત, અંગ્રેજી વિષયમાં ૬૦૧ શિક્ષકોની અછત, ગણિત-વિજ્ઞાનમાં ૧,૦૪૯ શિક્ષકોની અછત, રાજ્યના ૩૩ જિલ્લામાં આચાયાહરેની ૧,૮૬૯ જગ્યા ખાલી.