ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે APMC ની ચૂંટણીમાં મતદાનના માંડ બે દિવસ બાકી છે, જ્યારે ચૂંટણી જીતવા ભાજપને તડામાર તૈયારી આરંભી છે, ત્યારે ભાજપની પેનલમાં ૧૦ ઉમેદવારો અને સદભાવના પેનલમાં સાત ઉમેદવારો ઊભા છે, ત્યારે ત્રણ ઉમેદવારોનું શું? ત્યારે અપક્ષ પણ લડતા હોવાનું (વેપારી મંડળ) જાણવા મળ્યું છે, ત્યારે અપક્ષ કરતા દબદબો પેનલોનો વધુ હોય છે, સદભાવ પેનલમાં જાેવા જઈએ તો પૂર્વ ચેરમેનની આગેવાની હેઠળ એવા અશોક પટેલના નેજા હેઠળ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે સામે bjp પ્રેરિત પેનલ બનાવીને ઉચ્ચ કક્ષાએ લીલી ઝંડી આપી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ પેનલમાં ૧૦ ઉમેદવારો ઊભા છે, ૨૯ તારીખે મતદાન છે , ત્યારે હાલ APMC માં નવાજૂની નો ચરખો ફરી રહ્યો હોવાનું સામે આવ્યું છે, હાલ જાેવા જઈએ તો ત્રાજવું ભાજપ બાજુ નમી રહ્યું છે, ત્યારે ચૂંટણી જીતવા પૂર્વ ચેરમેન એડીચોટી સુધીનું જાેર લગાવવા સામે ભાજપ પ્રેરિત પેનલનો પણ હવે દબદબો વધી રહ્યો છે,
ત્યારે હાલ જીતના સમીકરણ ભાજપ પ્રેરિત પેનલ ઉપર વધારે દેખાઈ રહ્યા હોવાનું લોકમુખે જાણવા મળ્યું છે, APMC ની ચૂંટણીમાં ચૂંટણી લડવા ૧૦ ની સામે સાત ઉમેદવારો સદભાવના પેનલમાં કેમ? તે પ્રશ્ન ચર્ચા રહ્યો છે, ત્યારે ભાજપની પેનલ પાવરથી ચૂંટણી લડવા સજ્જ સાથે પ્રચાર કરી રહી છે, જાેવા જઈએ તો આ ચૂંટણીનું લક્ષ્યમાં હાલ દબદબો ભાજપ પેનલનો દેખાઈ રહ્યો છે,
બીજેપી દ્વારા પ્રેરિત પેનલની યાદી
• દિલીપકુમાર ફતેસિંહ ઠાકોર
• ઈન્દ્રવદનભાઈ કરસનભાઈ પટેલ
• નાથુભાઈ મણીભાઈ પટેલ (ચૌધરી)
• પ્રવિણભાઈ રાવજીભાઈ પટેલ
• યોગેશ ચીમનભાઈ પટેલ
• યોગેશકુમાર રાવજીભાઈ પટેલ (કેતનભાઈ)
• રમેશભાઈ ભાઈચંદભાઈ પટેલ
• રાજેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ
• લલિતભાઈ જશુભાઈ પટેલ
• અનિલસિંહ મોબતસિંહ વાઘેલા
સદભાવના પેનલની યાદી
• પટેલ અશોકભાઈ હિરાભાઈ
• પટેલ ધનેન્દ્રકુમાર અંબાલાલ
• પટેલ મેહુલકુમાર કનુભાઈ
• પટેલ(ચૌઘરી) લાલજીભાઈ રણછોડભાઈ
• પટેલ સુરેશભાઈ વિનુભાઈ
• પટેલ હસમુખભાઈ મંગળભાઈ
• બિહોલા નિરંજનકુમાર મોહનભાઈ
APMC ની ચૂંટણીનું બ્યુંગલ વાગી તો ગયું, પણ ૧૦ ની સામે ફક્ત સાત ઉમેદવારો સદભાવના પેનલના હોવાથી ચર્ચાનો વિષય, ત્યારે પેનલ ને બીજા ત્રણ ઉમેદવારો નથી મળ્યા કે શું? ભાજપ પ્રેરિત પેનલમાં ૧૦ ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે, હાલ ત્રાજવું ભાજપ પ્રેરિત પેનલ પર નમતું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે,