ચીનની એક કંપનીએ મહિલા કર્મીઓને કહ્યું, મેકઅપ કરીને આવો તો પુરૂષોને મજા આવે..

Spread the love

ચીનના શહેર શેન્જેનની એક કંપનીએ વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે. આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) લુઓએ મહિલા કર્મચારીઓને કહ્યું કે તેઓ ઓફિસમાં મેકઅપ કરીને આવે જેથી કરીને પુરુષ કર્મચારીઓ પ્રેરિત થઈ શકે. આ સમાચાર વાયરલ થયા બાદ ચીનના સરકારી અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં જો કંપનીના સીઈઓ દોષિત ઠરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.ચીનમાં તેને લિંગ ભેદ અને અશ્લીલતા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર શેર કરાયેલા નિર્દેશમાં મહિલા કર્મચારીઓને પુરુષ સહકર્મીઓની ચા પાર્ટીમાં સામેલ થવાનો પણ નિર્દેશ અપાયો હતો. આ ચા પાર્ટી માટે મહિલાઓને સજીધજીને આવવાનું કહેવાયું હતું. જ્યારે કંપનીની મહિલા કર્મચારીઓએ આ ફરમાન પર ધ્યાન ન આપ્યું તો સીઈઓ લુઓએ તેનાથી નારાજ થઈને પરફોર્મન્સ બોનસમાં કાપ મૂકવાની ધમકી આપી દીધી. તેનાથી મહિલા કર્મચારીઓમાં ડર ફેલાઈ ગયો. તેમણે આ વાત પરિવારને જણાવી.

આ વાત જ્યારે શેન્જેનના એક પ્રભાવશાળી વ્યક્તિ સુધી પહોંચી તો તેણે આ ઘટનાની જાણકારી ઓનલાઈન શેર કરી નાખી. તેનાથી ચીનમાં કંપનીના સીઈઓ લુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી. જો કે લુઓએ આ પ્રકારનો કોઈ પણ મેસેજ શેર કર્યો હોવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. લુઓએ કહ્યું કે તેમની મજાકને ખોટી સમજવામાં આવી અને તેનામાટે તેઓ ખેદ વ્યક્ત કરે છે. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયાથી પોતાનો એ આદેશ પણ હટાવી લીધો પરંતુ ત્યાં સુધીમાં તો સમગ્ર ચીનમાં તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગણી ઉઠવા લાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *