Gj-૧૮ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ની ચૂંટણીમાં ૧૦ જેટલા ઉમેદવારો આજે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ૧૦ ઉમેદવારો ભાજપના ટેકાથી ઉભા હોય અને જે નિશાન છે, તે અલગ અલગ છે, ત્યારે ઉચ્ચકક્ષાની લીલીઝંડી આપી હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે ભાજપની પેનલમાં ૧૦ ઉમેદવારો ત્યારે સામેની પેનલમાં સાત ઉમેદવારો જ છે, ત્રણ ઉમેદવારો કેમ ઊભા ન રહ્યા તે યથાર્થ પ્રશ્ન છે, કે પછી ઉમેદવાર જ મળ્યા નથી, આ ચર્ચાનો વિષય બન્યો છે, APMC ની ચૂંટણીમાં ભાજપના ઉત્તર દક્ષિણ અને અમદાવાદ (રાણીપ)ના mla હર્ષદભાઈ પટેલ જેઓ પોતે અગાઉ પ્રભારી રહી ચૂક્યા છે, અને જિલ્લા પંચાયત જે કબજે કરવામાં આવી તે રણનીતિ ના કેપ્ટન પણ કહી શકાય ત્યારે APMC ની ચૂંટણીમાં ઉત્તરના mla રીટાબેન પટેલ પણ APMC ની પેનલને જીત અપાવવા મેદાને ઉતર્યા છે, ત્યારે દક્ષિણના mla અલ્પેશજી ઠાકોર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરીને ચૂંટણી જીતવા અને કાર્યકરોને લગે રહો મુન્નાભાઈ ની જેમ જીત મેળવવા લાગી જવાની હાકલ કરી છે, ભાજપના જિલ્લા પ્રમુખ અનિલ પટેલ, શહેર પ્રમુખ રૂચીર ભટ્ટ પણ ચૂંટણી જીતવા તમામે તાકાત લગાવી દીધી છે, ત્યારે પૂર્વ મેયર એવા મહેન્દ્રસિંહ રાણા ચૂંટણીના ખેલાડી ગણો કે ચૂંટણી જીતવાની રણનીતિ તેમની પાસે છે, ત્યારે અગાઉ પણ સાંસદ અમિત શાહ ચૂંટણી લડ્યા ત્યારે પણ તેમની જવાબદારી આપી હતી અને ઉત્તરની સીટમાં પણ જવાબદારી હતી, ત્યારે મેયરના વોર્ડની જવાબદારીમાં પણ પેનલ જીતી હતી, ત્યારે APMC ની ચૂંટણી જીતવા હાલ બધા ભેગા મળીને વ્યુંગલ વગાડી દીધું છે આજે મતદાન છે,
એપીએમસી ની ચૂંટણી જીતવી કેમ જરૂરી? સામે ઉમેદવારો કયા પક્ષના છે? તે યથાર્થ પ્રશ્ન, ભાજપની પેનલ તો સામે કયા પક્ષની ગણવી? ચૂંટણીનું ત્રાજવું નમાવવા અને જીતવા ત્રણ
Mla, મેયર, પૂર્વ મેયરનું લગે રહો મુન્નાભાઈની જેમ ભારે જાેર?