ચૈતર વસાવાના સમર્થનમાં 7 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ડેડીયાપાડા ખાતે આવશે

Spread the love

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી

ચૈતર વસાવાની લોકપ્રિયતા મનસુખ વસાવા અને ભાજપના નેતાઓ સહન ન કરી શક્યા, માટે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે: ઈસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવાને ફસાવવાની ભાજપના નેતાઓએ પૂરી કોશિશ કરી લીધી. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા અને એટલા માટે તેઓ આદિવાસી સમાજના લોકપ્રિય નેતા બની ગયા, માટે આ વાત મનસુખભાઈ વસાવા અને ભાજપના નેતાઓથી સહન ન થઈ એટલા માટે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવાની ભૂમિકા અદા કરી.ચૈતરભાઈ વસાવા જેલમાં રહીને પણ આદિવાસી સમાજના લોકપ્રિય નેતા બની ગયા અને વસાવા સમાજના સંમેલનમાં પણ ભાજપના નેતાઓનો હુરિયો બોલાવવામાં આવ્યો એટલે મનસુખભાઈને ખ્યાલ આવી ગયો છે કે કદાચ ભાજપ તેમની ટિકિટ કાપશે અને તેમને માન પણ નહીં આપે. એટલા માટે તેઓ બેબાકળા બન્યા છે. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉભી છે, તે વાત પણ મનસુખભાઈ સહન નથી કરી શકતા. અરવિંદ કેજરીવાલજી સાત જાન્યુઆરીના રોજ ચૈતરભાઈ ના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે આવી રહ્યા છે.ફક્ત ભરૂચ લોકસભા પૂરતા નહીં, પરંતુ ઉમરગામથી અંબાજી સુધી ચૈતરભાઈ લોકપ્રિય નેતા બની ગયા છે અને આમ આદમી પાર્ટીમાં પણ કાર્યકારી પ્રમુખના પદ પર છે. આ બધું જોઈને મનસુખભાઈ ને જે પીડા થઈ રહી છે તે પીડા અમે સમજી શકીએ છીએ. 7 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ડેડીયાપાડા ખાતે આવશે અને આદિવાસી સમાજને જાગૃત કરશે અને મનસુખભાઈ વસાવાએ હવે લોકસભા સીટ ભૂલી જવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com