ગુજરાત રાજ્યમાં ૧૨ જીએસટી સેવા કેન્દ્ર થકી જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા બની સરળ પારદર્શક

Spread the love

અરજદાર ઓનલાઇન સ્લોટ બુકિંગ કરી પોતાને અનુકૂળ અને ઇચ્છિત સમયે જીએસટી સેવા કેન્દ્ર ખાતે જઈ કરાવી શકે છે બાયોમેટ્રિક વેરિફિકેશન

બે માસથી ઓછા સમયમાં સમગ્ર રાજ્યમાં 5,000થી વધારે સફળ બાયોમેટ્રિક Authentication કરવામાં આવ્યા

અમદાવાદ

જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સરળતા અને પારદર્શિતા લાવવાના હેતુથી સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં તારીખ ૦૭/૧૧/૨૦૨૩ થી એકીસાથે ૧૨ જીએસટી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જીએસટી નંબર મેળવવાની અરજી કર્યા બાદ અરજદાર ઓનલાઇન સ્લોટ બુકિંગ કરી પોતાને અનુકૂળ અને ઇચ્છિત સમયે જીએસટી સેવા કેન્દ્ર ખાતે જઈ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવી શકે છે. જીએસટી સેવા કેન્દ્ર ખાતે માત્ર 20 મિનિટના સમયમાં તેઓનું આધાર Authentication અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. અત્યાધુનિક સુવિધા ધરાવતા જીએસટી સેવા કેન્દ્રમાં નાગરિક સુવિધાની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે. અરજદાર એપોઇન્ટમેન્ટ બુકિંગ કરાવ્યા સિવાય સીધા વોક-ઇનથી પણ આધાર Authentication માટે પણ જઈ શકે છે.બે માસથી ઓછા સમયમાં સમગ્ર રાજ્યમાં 5,000થી વધારે સફળ બાયોમેટ્રિક Authentication કરવામાં આવેલ છે. જીએસટી સેવા કેન્દ્રના અમલથી જીએસટી નંબર મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી અને પારદર્શક બનેલ છે. ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક શરૂઆત બાદ સમગ્ર દેશમાં ગુજરાતના મોડેલ આધારિત બાયોમેટ્રિક જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા નજીકના ભવિષ્યમાં અમલી બનવાની પ્રબળ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com