અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોન સો.વે.મે. વિભાગ દ્વારા માન.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણ ઝોન)ના માર્ગદર્શન તથા આસી.મ્યુનિ.કમિશનરશ્રીઓ (દક્ષિણ ઝોન) તથા ડે.ડાયરેકટર (દક્ષિણ ઝોન)ની દેખરેખ હેઠળ જાહેરમાં ન્યુસન્સ કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરતા એકમો સામે દંડનીય તથા સીલીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
દક્ષિણ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર કચરો ફેંકી ગંદકી કરતા / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો જેવા કે પાનના ગલ્લા, ચા ની કિટલી / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા અને ડસ્ટબીન ન રાખતા હોય તેવા એકમો વિરુધ્ધ જી.પી.એમ.સી. એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ અંર્તગત દિવસમાં સ્વચ્છતા સ્ક્વૉડ દ્રારા દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલ જાહેર રસ્તાઓ ઉપર ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. સદર ઝુંબેશમાં આસી. મ્યુનિ.કમિશનરશ્રીઓ (દક્ષિણ ઝોન) તથા ડે.ડાયરેકટર શ્રી (દક્ષિણ ઝોન)ની દેખરેખ હેઠળ છેલ્લા બે દિવસમાં કુલ ૫૯ ધંધાકીય એકમોને જાહેરમાં ન્યુસન્સ કરવા બદલ નોટીસ આપવામા આવી તથા ૨૭ ધંધાકીય એકમોને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, સંગ્રહ અને વેચાણ કરવા બદલ સીલ કરવામાં આવેલ તથા ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો પાસેથી રૂ.૧,૩૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.