પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોમર્શીયલ મિલકતોનો વેરો નહિં ભરનાર ડીફોલ્ટરો સામે ૮૦૧ મિલકતોને સીલ કરી ૨.૧૪ કરોડની આવક થઈ

Spread the love

બિનગંભીર ડિફોલ્ટરો સામે જરૂર પડ્યે આવી મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવશે. ત્યારબાદ મિલકતો જપ્ત કરી ટાંચમાં લઇ હરાજી તથા વેચાણ કરવા જેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ

પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોમર્શીયલ મિલકતોનો વેરો નહિં ભરનાર ડીફોલ્ટરો સામે ૮૦૧ મિલકતોને સીલ કરી ૨.૧૪ કરોડની આવક ઊભી થઈ.પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલ કોમર્શીયલ મિલકતોનો ઘણાં વર્ષોથી મિલકત વેરો નહિં ભરનાર બાકી ડિફોલ્ટરો સામે કરવેરા વસુલવા સીલ ઝૂંબેશની કામગીરી હાથ ઘરવામાં આવેલ. જે અનુસંધાને મિલક્તોના ટેક્ષની વસુલાત કરવા પશ્વિમ ઝોન ટેક્ષ ખાતા દ્વારા તા.૨૯-૧૨-૨૦૨૩ ના રોજ ૪૨૮ મિલકતોને સીલ કરવામાં આવેલ છે.તા.૨૯-૧૨-૨૦૨૩ના રોજ પશ્ચિમ ઝોનની રૂા. ૯૨.૦૦(લાખ) આવક આવેલ છે. સીલ કરવામાં આવેલ મિલકતોમાં દુર્ગા ચોક -ચાંદખેડા, વિવેકાનંદ નગર-ચાંદખેડા, સ્વામિનારાયણ એવન્યુ-નારણપુરા,સુપથ-૨ કોમ્પલેક્ષ-જુના વાડજ, આશ્રય-૯-રાણીપ,મહારાણા પ્રતાપ સેન્ટર-પાલડી, અગ્રવાલ ચેમ્બર-ટાઉનહોલ પાસે, શ્રીજી કોમ્પલેક્ષ- એલીસબ્રીજ,નાલંદા એન્કલેવ-એલીસબ્રીજ, સ્વર્ણિમ બીઝનેશ હબ -ચાંદખેડા, દ્વારકેશ એન્ટીલીયા- ચાંદખેડા,આર્યવીલા-ન્યુ રાણીપ, સાકાર-૯-આશ્રમ રોડ તેમજ મ્યુનિસિપલ ટેક્ષ ખાતા દ્વારા આપવામાં આવેલ નોટીસો કે ચેતવણીઓ પ્રત્યે બિનગંભીર ડિફોલ્ટરો સામે જરૂર પડ્યે આવી મિલકતોના પાણી-ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવશે. ત્યારબાદ મિલકતો જપ્ત કરી ટાંચમાં લઇ હરાજી તથા વેચાણ કરવા જેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવા ડિફોલ્ટરોને તાત્કાલીક મિલકત વેરો ભરવા બાબતે તાકીદ કરવામાં આવે છે. આવનાર દિવસોમાં પણ મિલકત વેરાની વસુલાતની તથા સીલીંગ કરવાની કામગીરીને વધુ સઘન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવનાર છે.

જ્યારે બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતા તરફથી કોમર્શીયલ મિલ્કતોના બાકી પ્રોપર્ટી ટેક્ષ અંગે નોટિસો કે ચેતવણીઓ આપ્યા છતાં મિલ્કતવેરો નહિ ભરનાર બાકી ડીફોલ્ટરો સામે મિલ્કતવેરો વસુલવા જુદા જુદા કોમ્પલેક્ષમાં જઈ બાકીદારોની મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત તા.૨૯- ૧૨-૨૦૨૩ શુક્રવારના રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં કુલ ૩૭૩ કોમર્શીયલ મિલ્કતોને સીલો કરવામાં આવેલ. આજ રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનની સાંજે ૫.૦૦ વાગ્યાની પરિસ્થિતીએ રૂ!. ૧.૨૨ (કરોડ) આવક આવેલ છે. આજ રોજ મારવામાં આવેલ સીલના કોમ્પલેક્ષ તેમજ જુદા જુદા વિસ્તારો  ઈસ્કોન એલેગન્સ, અવધ-૫ પાસે, એસ.જી. હાઈવે,સ્કાયલર, શાલીન-૪ બંગલો પાસે, કોર્પોરેટ રોડ,રાજા એવન્યુ ફ્લેટ કમ શોપીંગ સેન્ટર, બોપલ,આરવી 156, સફલ પરિસરની પાછળ, સાઉથ બોપલ,અલ-મુકામ, વિશાલા સર્કલ પાસે, જુહાપુરા રોડ,યશ કોમ્પ્લેક્ષ, વેજલપુર,રોયલ અકબર ટાવર, સરખેજ રોડ, મકતમપુરા,ગોલ્ડ કોઈન કોમ્પ્લેક્ષ, જોધપુર ચાર રસ્તા,આદિત્ય પ્લાઝા, જોધપુર ગામ રોડ,બ્રોક્લીન ટાવર, વેસ્ટ ગેટ પાસે, મકરબાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com