કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપ કામે લાગી જશે. કમુરતા ઉતરતા જ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમુરતા પછી લોક સંપર્ક કાર્યાલય શરુ કરાશે. તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 2022ના ઇલકેશનમાં ભાજપ માટે નબળાં બુથને લઇને કાર્યકરોને સૂચના પાઠવી દીધી છે. ત્યારે તે પહેલા જ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે.
ભાજપે પૂર્વ મંત્રી અને સિનિયર નેતાઓને લોકસભાની જવાબદારી સોંપી છે. સિનિયર નેતાઓને લોકસભા દીઠ જવાબદારી સોંપવામાં આવી છે. હકીકત તો એ છે કે, જે સિનિયર નેતાઓને ભાજપે ફરીથી જવાબદારી સોંપાઈ છે તેમને ક્યારના હાંસિયામાં ધકેલી દેવાયા હતા. પરંતુ હવે ગરજ પડતા જ સાઈડલાઈન કરાયેલા નેતાઓને ફરી કામે લગાડ્યા છે.
ગુજરાત ભાજપમાં ફરી સિનિયર નેતાઓને કામે લગાડાયા છે. લોકસભા પહેલા આ સિનિયર નેતાઓને સક્રિય કરવામાં આવ્યા છે. રાજયની 26 લોકસભા બેઠકોને ક્લસ્ટરમાં વહેંચીને ક્લસ્ટર વાઇઝ સિનિયર નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આમ, 26 લોકસભા બેઠકોને 8 ક્લસ્ટરમાં વહેંચવામાં આવી છે. જેના માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ, પ્રદીપસિંહ જાડેજા જેવા સિનિયર મંત્રીઓને લોકસભાની જવાબદારી સોંપાઈ છે. તો બીજી બાજુ, અમિત ઠાકર, જ્યોતિબેન પડ્યા, નરહરી અમીન, કેસી પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ અને પ્રદીપસિંહ જાડેજાને પણ જવાબદારીઓ સોંપાઈ છે.
લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપ ઇલેક્શન મોડ પર આવી ગયો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમુરતા પછી લોક સંપર્ક કાર્યાલય શરુ કરાશે. તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 2022ના ઇલકેશનમાં ભાજપ માટે નબળાં બુથને લઇને કાર્યકરોને સૂચના પાઠવી દીધી છે. કયા બૂથ નબળા છે તે તો પાર્ટી દ્વારા જણાવાયુ નથી. પરંતું આ બૂથ પર વધુ ફોકસ કરીને તેના પર કામગીરી કરાશે. આ માટે બૂથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય અને ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારી શકાય તે અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સિનિયર નેતાઓની કામગીરી સોંપાઈ છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમ કે, 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી તમામ લોકસભઆ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાશે.