દેશમાં કોસ્મેસ્ટીક સહિતના ઉત્પાદનોમાં ટોચની હિન્દુસ્તાન લીવર લી.એ તેના ડીસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં મોટો કાપ મુકવાની જાહેરાત કરતા જ હવે આ કંપનીના પ્રોડકટસની દેશભરમાં ડિસ્ટ્રીબ્યુશન થંભાવી દેવા આ વ્યાપારી સંગઠને (ઓલ ઈન્ડીયા ક્ધઝયુમર્સ પ્રોડકટસ ડિસ્ટ્રીબ્યુટર ફેડરેશન) તૈયારી કરી છે. કંપનીએ તેના ઉત્પાદનોમાં નવા માર્જીન સ્ટ્રકચરને અમલમાં મુકવાની જાહેરાત કરી છે.
કંપનીએ 100 શહેરોમાં ફિકસ અને વેરીએબલ કમીશન ચાર્જમાં ફેરફાર કરતા ડિસ્ટ્રીબ્યુટર્સને તેનાથી તેની કમાણીમાં ‘કામ’ની ચિંતા છે. હિન્દુસ્તાન લીવરનો તેના ઉત્પાદનના વોલ્યુમ ગ્રોથ (વેચાણ વૃદ્ધિ ગતિ ધીમી પડવી)ની ચિંતા છે.
કંપનીએ તેનો માર્જીન 3.9%માંથી ઘટાડીને 3.3% કર્યુ છે જે 60 બેઝીક પોઈન્ટનો ઘટાડો છે. ઉપરાંત વેચાણ મુજબ વધતા વધારાના કમીશન વિ. માં પણ મોટો ઘટાડો કર્યો છે. હિન્દુસ્તાન લીવર, લકસ, લાઈફબોય, સર્ફ, રીન, પોન્ડસ, ડવના માર્જીનમાં 60 બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો છે.