અમદાવાદના જય ભોલે ગ્રુપે પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખિત ‘અજયબાણ’ની પ્રતિકૃતિ બનાવી

Spread the love

અયોધ્યામાં રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેની તૈયારીઓ હવે પૂરી થવા આવી છે. અયોધ્યામાં રામ મંદિર માટે દેશભરમાંથી અનેક વિશેષ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે, જેમાં વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અને અમદાવાદના ગોતાથી ધ્વજદંડ મોકલવામાં આવી રહ્યા છે.

હવે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની પ્રેરણાથી અમદાવાદના જય ભોલે ગ્રુપે પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખિત ‘અજયબાણ’ની પ્રતિકૃતિ બનાવી છે. તેને અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ અજયબાણનું શક્તિપીઠ અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોમાં નિયત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું.

પૌરાણિક કથાઓ અનુસાર શક્તિપીઠ અંબાજીનું અજયબાણ સાથે વિશેષ જોડાણ છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્‍મણજી શ્રૃંગી ઋષિને મળ્યા ત્યારે તેમણે ભગવાન શ્રી રામને આદ્યશક્તિ માની પૂજા કરીને મા અંબાને પ્રસન્ન કરવા કહ્યું હતું. માતા અંબાએ પ્રસન્ન થઈને શ્રી રામને વરદાન સ્વરૂપે ‘અજયબાણ’ આપ્યું હતું. ભગવાન શ્રી રામે આ અજયબાણથી દશાનન રાવણનો વધ કર્યો હતો. માતાજીની આરતીમાં પણ અજયબાણ દ્વારા રાવણના વધનો ઉલ્લેખ છે.

આ અજયબાણ બનાવવા માટે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 5 ફૂટ રાખવામાં આવી છે અને તેનું વજન 11.5 કિલો છે. અમદાવાદમાં માત્ર 5 દિવસમાં આ અજયબાણ બનાવાયું છે. આ માટે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com