વડોદરામાં રામ ભક્તોએ બનાવ્યો 9 ફૂટથી વધુ ઉંચો અને 8 ફૂટ પહોળો દીવો, તો રામાયણની ગાથા દર્શાવતી 8 પિત્તળની તકતી પણ બનાવાઈ

Spread the love

અયોધ્યામાં રામ મંદિર માટે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભેટ તૈયાર કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં મંદિર માટે વધુ બે ભેટનો ઉમેરો થયો છે. આ બંને ભેટ મંદિર પરિસરની ભવ્યતામાં વધારો કરશે. ત્યારે શું છે આ વસ્તુઓ. અયોધ્યામાં રામ મંદિર પરિસરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે આ ભેટને તમે ત્યાં જોઈ શકશો. આ બંને વસ્તુઓ વડોદરામાં તૈયાર કરવામાં આવી છે.

તમે જે દિવો જોઈ રહ્યા છો, તેનું વજન 1100 કિલો છે. સ્ટીલનો આ દીવો વડોદરાના એક રામભક્ત અરવિંદ પટેલે તૈયાર કર્યો છે. 9 ફૂટથી વધુ ઉંચો અને 8 ફૂટ પહોળો દીવો પોતાનામાં એક અજાયબી છે. આનાથી મોટો દિવો તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયો હોય. દિવામાં પૂરા 501 કિલો ઘીનો સમાવેશ થઈ શકે છે. દિવાના કદ પ્રમાણે 15 કિલો રૂમાંથી તેની દિવેટ બનાવવામાં આવી છે. આ દિવાને જ્યારે પ્રજવલિત કરાશે ત્યારે તેનો પ્રકાશ કેટલી જગ્યાને પ્રકાશિત કરશે, તેનો અંદાજ માંડી શકાય તેમ છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે.

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મહિમાઓનું વર્ણન કરતી જે તકતીઓ લગાવવામાં આવશે, તેનું નિર્માણ વડોદરામાં થઈ રહ્યું છે. મકરપુરા GIDCમાં આવેલી બરોડા મેટલ લેબલ વર્કસ નામના યુનિટમાં 16 દિવસથી પિત્તળની તકતી તૈયાર થઈ રહી છે, જેમાં રામાયણની ગાથાને કોમ્પ્યુટરાઈઝ્ડ એન્ગ્રેવિંગ મશીન વડે હિંદી અને અંગ્રેજીમાં અંકિત કરાઈ છે. 4 મોટી અને 4 નાની એમ કુલ 8 તકતી તૈયાર થઈ રહી છે.

આ તકતીઓ અુનુક્રમે 43.54 ઈંચ લાંબી અને 6 MM પહોળી તેમજ 15.36 ઈંચ લાંબી અને 6 MM પહોળી છે. તકતીઓને પહેલી જાન્યુઆરીએ મૂહુર્ત જોઈને અયોધ્યા લઈ જવાશે અને મૂહુર્ત જોઈને જ મંદિરમાં તે લગાવવામાં આવશે. રામ મંદિર માટે 108 ફૂટ લાંબી અગરબત્તી પણ વડોદરામાં જ તૈયાર કરાઈ છે. ત્યારે રામ મંદિરમાં દર્શન કરવા જ્યારે દેશવિદેશના શ્રદ્ધાળુઓ આવશે, ત્યારે ગુજરાતની આ તમામ ભેટ તેમનું ધ્યાન આકર્ષિત કર્યા વિના નહીં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com