નવા વર્ષે જાપાનને મોટા ભૂકંપના અપશુકન નડ્યાં છે. નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનના ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરની આજુબાજુ આવેલા 7.5ના મોટા ભૂકંપ બાદ ભયાનક સુનામી ત્રાટકી હતી. સુનામીને કારણે દરિયાએ રોદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને દરિયામાં મોટા મોટા મોજા ઉછળ્યાં હતા.
津波、初めて見た
こわ
(ここは垂直避難済み) pic.twitter.com/t5vxuKjdRb— 打岩_ムテキムキムキの人 (@naec0) January 1, 2024
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે જાપાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર (190 માઇલ) ની અંદર જોખમી સુનામીના મોજાઓ જોવાયા હતા. ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરમાં 1.2 મીટરની સુનામી આવી હતી.
7.6 ની તીવ્રતાના ભૂકંપના કારણે જાપાનના સમુદ્રના કેટલાક ભાગોમાં 5 મીટર સુધીના મોજા ઉછળ્યા હતા. સુનામી આવતાં લોકો જીવ લઈને ભાગતાં જોવા મળ્યાં હતા. સેંકડો લોકોને તેમનું ઘર ખાલી કરાવી દેવાયું છે અને સલામત સ્થળે લઈ જવાયા છે.
富山市 萩浦橋 津波到達中 pic.twitter.com/5TJkH4E1Mx
— 鈴木 一 (@hioooomn) January 1, 2024
વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપના આંચકાના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 જણાવવામાં આવી રહી છે. એક શક્તિશાળી ભૂકંપને કારણે મધ્ય જાપાન અને તેના પશ્ચિમ કિનારે સુનામી આવી છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ઘટના બાદ રહેવાસીઓએ તાત્કાલિક તેમના ઘરોને ખાલી કરાવ્યા હતા. હજારો ઘરોએ વીજળી ગુમાવી દીધી હતી અને અસરગ્રસ્ત ક્ષેત્રમાં ફ્લાઇટ્સ અને રેલ્વે સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભૂકંપની દહેશત બાદ લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે.