આ દિવસો બાઈક અને સ્કૂટરની કિંમતો ઘણી વધી ગઈ છે. વર્તમાન સમયમાં એક 125cc બાઈક-સ્કૂટરની કિંમત પણ 1 લાખ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. જો તમે 150ccની બાઈક ખરીદો તો, તમારે લગભગ 1.45 લાખથી 1.50 લાખ રૂપિયા ચૂકવવા પડશે. ટૂ-વ્હીલર વાહનો સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે આમાં, વાતાવરણથી સુરક્ષા મળતી નથી. જો તમે બાઈક કે સ્કૂટર ચલાવો છો, તો ગરમી, ઠંડી અને વરસાદની સિઝનમાં મોસમનો સામનો કરવો પડે છે.
ટૂ-વ્હીલર વાહનોમાં પ્રદૂષણથી પણ તમારી સુરક્ષા થતી નથી, જ્યારે આજકાલ ઘણી બજેટ કારો પણ એર ફિલ્ડરની સાથે આવવા લાગી છે.
બાઈક ગમે તેટલું મોંઘુ ભલે હોય, પરંતુ તેમાં એક કાર કરતા ઓછી સુરક્ષા મળે છે. કારમાં એરબેગ મળી જાય છે, જે દુર્ઘટના સમયે તમારી રક્ષા કરે છે. જોવામાં આવે, તો 1.50 લાખથી 2 લાખ રૂપિયાના બજેટમાં તમને એક સારી માઈલેજવાળી સેકન્ડ હેન્ડ કાર મળી જશે. જો તમે 1.5 લાખ રૂપિયા ખર્ચ કરીને એક બાઈક ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ, તો તેના કરતા આટલા જ બજેટમાં એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી લો.
અહીં અમે તમને મારુતિ સુઝુકીની અલ્ટો વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેકન્ડ હેન્ડ મોડલ તમને 1થી 1.5 લાખમાં સરળતાથી મળી જશે. મારુતિ અલ્ટોની સૌથી ખાસ વાત તેની શાનદાર માઈલેજ અને મેઈન્ટેનેન્સ પર ઓછો ખર્ચ છે. આ કાર પેટ્રોલમાં 22-25 કિલોમીટર પ્રતિ લીટર અને CNGમાં 30-32 કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ આપે છે. જાણકારી અનુસાર, 150ccની બાઈક પણ ટ્રાફિકમાં આટલી જ માઈલેજ આપે છે. અલ્ટો ચલાવવામાં ખર્ચો પણ બહુ જ ઓછો છે અને સાથે તેની સર્વિસ, પાર્ટ્સ પણ સસ્તા છે.
મારુતિ અલ્ટો 800માં આમ તો માત્ર 800ccનું એન્જિન મળે છે, પરંતુ તે પરફોર્મેન્સના મામલે ઘણી શાનદાર છે. કંપનીએ નાનું કદ અને હલ્કા વજનના અનુસાર, એન્જિનને ટ્યૂન કરી દીધું છે. આ એન્જિન 48 BHPનો પાવર અને 69 NMનો ટોર્ક આપે છે. આમાં બેસિક ફીચર્સની સાથે 5-સ્પીડ ગેરબોક્સ પણ મળે છે. હાલ, અલ્ટો 800 કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ તેનું સેકન્ડ હેન્ડ મોડલ માર્કેટમાં મળી રહ્યું છે.
અલ્ટોમાં 7-ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લેની સાથે એન્ડ્રોઈલ ઓટો અને એપ્પલ કારપ્લે આપવામાં આવ્યું છે. કારમાં કીલેસ એન્ટ્રી અને ફ્રન્ટ પાવર વિન્ડો મળે છે. સેફ્ટીના હિસાહથી આમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર અને ABS જેવા ફીચર્સ મળે છે.