::એ.સી.બી. સફળ ટ્રેપ::
ફરીયાદી :-એક જાગૃત નાગરીક
આરોપી (૧) નિર્મલસિહ નરેન્દ્રસિહ હેડ કોન્સ્ટેબલ, જરોદ પોલીસ સ્ટેશન તા. વાઘોડીયા જી વડોદરા
(૨) ભરતભાઇ જગદીશચંદ્ર જયસ્વાલ , ખાનગી વ્યક્તિ , ધંધો વેપાર ,રહે. બી-૬૩ શીવનંદન સોસાયટી, જરોદ રેફરલ હોસ્પીટલ ની સામે, જરોદ તા. વાધોડીયા, જી વડોદરા
લાંચની માંગણીની રકમ :- :- રૂા.૭૦,૦૦૦ /-
લાંચ સ્વિકારી :- રૂા.૭૦,૦૦૦/-
રીકવરી રકમ :-રૂા.૭૦,૦૦૦/-
ગુનો બન્યા તારીખ, સમય તથા સ્થળ:-
તા.૦૨/૦૧/૨૦૨૪, કલાક:૧૭/૩૭ વાગે, મોજે GF-11 ,મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાન ની સામે ખુલ્લી જગ્યામાં શીવનંદન કોમ્પલેક્ષ, જરોદ રેફરલ હોસ્પીટલ ની સામે, જરોદ, તા. વાધોડીયા, જી વડોદરા
ટુંકી વિગત :-
આ કામના ફરીયાદીએ અગાઉ તેમનુ ગોડાઉન ભાડેથી આપેલ જે ભાડુઆતોએ ફરીયાદી સાથે ભાડા કરાર કરેલ નહી જેથી ગોડાઉન ખાલી કરાવેલ રમેશ બિસ્નોઈ અને પીયુશ નામના ઈસમો ટેન્કરમાંથી ગેસ ની ચોરી કરતા જરોદ પોલીસ સ્ટેશન ના પોલીસ માણસો દ્વારા પકડવામાં આવેલ અને તેઓ વિરુધ્ધ જરોદ પોલીસ સ્ટેશનમાં કેસ થયેલ જેથી આરોપી નં(૧) નાઓએ ફરીયાદીને આ ગુનામાંથી નામ કાઢી નાખવા માટે રૂ. ૫,૦૦,૦૦૦/- લાંચ પેટે માંગણી કરેલ જે રકઝક ના અંતે રૂ. ૨,૫૦,૦૦૦/- લાંચ પેટે લેવાનું નક્કી કરેલ જે પૈકી ફરીયાદીએ તેમના બેંક ના ખાતામાંથી આરોપી નં (૨) ના ખાતામાં રૂપિયા ૧,૮૦,૦૦૦/- મોબાઈલ ટ્રાન્સફર દ્વારા તા. ૩૧/૧૨/૨૦૨૩ ના રોજ ટ્રાન્સફર કરાવેલ તેમજ બાકીના રૂ. ૭૦,૦૦૦/- આરોપી નં (૨) નાઓને આપવાનું વાયદો કરેલ જે અંગે ફરીયાદીએ એ.સી.બી. માં ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે તા. ૦૨/૦૧/૨૦૨૪ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી નં (૧) નાઓના મેળાપીપણામાં આરોપી નં (૨) નાઓ ઉપરોકત જણાવેલ તારીખ ટાઈમ જગ્યાએ લાંચ રૂ. ૭૦,૦૦૦/- ની લાંચ પેટે સ્વીકારી રંગેહાથ પકડાઈ જઈ ગુનો કરેલ છે. તેમજ આરોપી નં(૧) ની તપાસ કરતા હાજર મળેલ નથી. આગળ ની કાયદેસર ની કાર્યવાહી ચાલુ મા છે.
ટ્રેપ કરનાર અધિકારી :-
*શ્રી એ.એન.પ્રજાપતિ*, પોલીસ ઇન્સ્પેકટર,વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે. વડોદરા શહેર તથા સ્ટાફ.
સુપર વિઝન અધિકારી :-
*શ્રી પી.એચ. ભેસાણીયા*,મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.