કોઈ રમતાં રમતાં તો કોઇ કામ કરતાં મરી રહ્યું છે, હાર્ટ એટેક માટે સરકારે એલર્ટ થવું પડે એવી સ્થિતિ, આજે પણ એટેકથી ઘણાં બધાં મોત…

Spread the love

હાલ હાર્ટ એટેકની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે. કસરત કરતા કે વાહન ચલાવતા કે પછી ઘરે જ બેઠા હોય ત્યારે અચાનક યુવાનોને એટેક આવવાના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં વધુ એક 54 વર્ષીય બિલ્ડરનું ગરબા રમતા હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.

છાતીમાં દુખાવો ઉપડતા ગરબામાંથી બહાર નીકળ્યા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જેશીંગપુર ગામે સહિયારી નવચંડી યજ્ઞ હતો. જેની પૂર્ણાહુતી બાદ ગામના સૌકોઈ ભાઈ-બહેનો ગરબે ઘૂમતા હતા. બરાબર ગરબાની રમઝટ જામી હતી ત્યાં કમલેશ પટેલ લેન માર્ક બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અને બિલ્ડરનો વ્યવસાય કરતા પ્રવીણ.બી. પટેલ ગરબા રમતા રમતા એકાએક સાઈડમાં જતા રહ્યાં હતા.

મોડાસામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થયેલા પ્રવીણભાઈને ધાર્મિક પ્રસંગમાં એકાએક છાતીમાં દુખાવો ઉપડતા ગરબામાંથી બહાર નીકળ્યા અને તરત જ નીચે ઢળી પડ્યા હતા. પડતાની સાથે જ બેભાન જણાતા તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે હાર્ટ એટેકના કારણે મૃત્યું થયું હોવાનું જાહેર કરતા ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દલવાઈ સાવાલી ગામના વતની 56 વર્ષીય અશ્વિનભાઈ કિશોરભાઈ પટેલ જેઓ પોતાના પરિવાર સાથે થર્મલ ખાતે રહેતા હતા. જ્યાં રાત્રે અચાનક તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. જે બાદ તેઓને સારવાર માટે બાલાસિનોર લાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન તેઓનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનો અશ્વિનભાઈના મૃતદેહને લઈ તેમના વતન દલવાઈ સાવલી ખાતે લઈને આવ્યા હતા. જ્યાં તેમની 86 વર્ષીય માતા ધૂળીબેન પોતાના પુત્રના મૃતદેહને જોઈ તુરંત જ તેમને આઘાત લાગ્યો હતો. તેઓએ પણ થોડી જ મિનિટમાં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા.

મૂળ મહારાષ્ટ્રના લાતપુર ગામના વતની અને હાલ છાણી કેનાલ રોડ પર એલમ્બિક વેદામાં રહેતા 36 વર્ષના સમ્યક હનુમંતરાવ ગાયકવાડ થોડા દિવસ પહેલા કંપનીમાં નોકરી કરી મિત્રો સાથે દેણા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. બધા મિત્રો ક્રિકેટ રમતા હતા ત્યારે સમ્યકની અચાનક તબિયત બગડી હતી અને જમીન ઢળી પડી સૂઈ ગયો હતો. તેમની સાથે ક્રિકેટ રમનારા તેમને બેભાન હાલતમાં અમિતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓયો હોટલના રૂમમાં બેભાન મળ્યા હતા. ત્યારબાદ તેણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ધાનેરાના લાધાપુરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હબીબખાન પઠાણનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો તથા મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com