ગાંધીનગરના ભાટ ખાતેની જાણીતી એપોલો હોસ્પિટલમાં પાકિસ્તાનના કરાચીની લિયાકત અલી કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી હાંસલ કરીને ડોક્ટર તરીકે નોકરી કરતાં ડો. રમેશ ભુરાલાલ ચૌહાણ તથા વોર્ડબોય ચંદ્રકાન્ત વણકર દ્વારા વર્ષ – ૨૦૧૬ માં હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર અર્થે દાખલ ૧૯ વર્ષીય યુવતીનાં પગ બાંધી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી કે સોનીએ વોર્ડ બોયને કસૂરવાર ઠેરવી ૭ વર્ષની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના ભાટની એપોલો હોસ્પિટલમાં સ્ૈંઝ્રેં વોર્ડ રૂમ નં. ૯માં ડેન્ગ્યુની સારવાર અર્થે દાખલ અનુસૂચિત જાતિની ૧૯ વર્ષીય યુવતી પર પાકિસ્તાની ડો. રમેશ ભુરાલાલ ચૌહાણ અને વોર્ડ બોય ચંદ્રકાન્ત વણકરે સપ્ટેંબર – ૨૦૧૬ માં બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં દાખલ થતાં જ ચકચાર મચી ગઈ હતી. ડેન્ગ્યુની બીમારીથી અશક્ત યુવતીના બન્ને હાથ પલંગ સાથે બાંધી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
સૌથી પહેલાં ત્રીજી સપ્ટેંબરની રાતે વોર્ડબોય ચંદુએ કુકર્મ આચર્યા પછી બીજા દિવસે એટલે કે ચોથી સપ્ટેમ્બરે ડૉ. રમેશ ચૌહાણ અને ચંદુએ પણ સામુહીક રીતે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે તેની હાલત અત્યંત ખરાબ હતી. યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તેને દાખલ કરાઈ ત્યારે તેના મોઢામાં બે નળી લગાવેલી હતી. પેશાબ માટે પણ નળી લગાવાઇ હતી. આ સ્થિતિમાં બન્ને આરોપીઓએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ કાગળ પર લખીને પોતાના પરના અત્યાચારની વાત જણાવી હતી.
ડેંગ્યુની સારવાર લઈ રહેલી યુવતી પર ડોક્ટર બળાત્કાર ગુજારતો ત્યારે સ્વીપર કોઈ આવી ના જાય તેનું ધ્યાન રાખતો અને સ્વીપર પોતાની હવસ સંતોષતો ત્યારે ડોક્ટર ચોકીદારી કરતો હતો. આ રીતે બંનેએ યુવતીને શિકાર બનાવી હતી. યુવતીને દાખલ કરાઈ ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. યુવતીએ ઓક્સિજન માસ્ક પહેરેલો હતો છતાં હવસખોરોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ કેસના આરોપી એવા પાકિસ્તાન ડોક્ટર રમેશ ચૌહાણ અને સ્વીપર ચંદ્રકાન્ત વણકરે અર્ધબેભાન યુવતી સાથે બે દિવસમાં બે-બે વાર દુષ્કર્મ ગુજારી પોતાની હવસ સંતોષી હતી. જે મામલે અડાલજ પોલીસે જરૂરી પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. તેમજ પાકિસ્તાની ડો. રમેશને અમદાવાદ શહેર પૂરતી જ રેસિડેન્શિયલ પરમીટ હોવા છતાં ગાંધીનગર જિલ્લાની એપોલો હોસ્પિટલમાં ગેરકાયદેસર નોકરી કરી નિયમોનો ભંગ કરી ગુનો કર્યા બાબતે પણ યુવતી ધ્વારા દ્વારા ફરીયાદ દાખલ કરાઈ હતી.જે કેસ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ પ્રિતેશ ડી વ્યાસે ફરીયાદપક્ષે કુલ ૩૫ દસ્તાવેજાેનું લિસ્ટ રજૂ કરી ૨૩ સાક્ષીઓને તપસ્યા હતા. જાે કે ડો રમેશ ચૌહાણે ચાલુ ટ્રાયલ દરમ્યાન પાકિસ્તાની નાગરિકતાનાં જાેરે ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મેળવી લીધા હતા. જે આજદિન સુધી કોર્ટમાં હાજર નહીં થતાં તેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે.બીજી તરફ વોર્ડ બોય ચંદુ વણકરનો કેસ અલગથી ચલાવવામાં આવતાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે દલીલ કરેલી કે, આરોપીએ બીમાર અને અશક્ત યુવતી સાથે વિકૃત રીતે બળાત્કાર કરવામાં આવેલ છે. જ્યારે કોઈ દર્દી વિશ્વાસથી નામાંકિત મોટી હોસ્પિટલમાં ભરોસો મૂકીને સારવાર માટે જાય અને તેની સાથે બળાત્કાર જેવુ જઘન્ય કૃત્ય કરવામાં ત્યારે આરોપીને બક્ષી શકાય નહીં. તેમજ હોસ્પિટલના કર્મચારી થઈને ભોગબનનાર દર્દી તેમજ તેના પરિવારનો વિશ્વાસ તોડેલ છે અને ગુનાહિત કૃત્ય કરેલ છે. ત્યારે આરોપીને કાયદામાં દર્શાવેલી પૂરેપુરી સજા કરવી જાેઈએ.જે દલીલો ધ્યાને લઈને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ડી.કે.સોનીએ આરોપી ચંદુ વણકર (રહે. વાણિયા વાસ, ભાટ ગામ, મૂળ રહે. ખરોડ ગામ, વિજાપુર) ને crpc કલમ ૩૭૬ સી (ડી) સાત વર્ષની કેસની સજા અને બે હજારનો દંડ ઉપરાંત crpc કલમ ૩૫૭(૩) અન્વયે પણ ૨૦ હજારનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.