ગુજરાતનું કહેવાતું gj-૧૮ જિલ્લામાં કમળ મય બની ગયું છે, ત્યારે જિલ્લામાં ભાજપની ૫ વિધાનસભા, જિલ્લા પંચાયતમાં પણ કબજાે અને મહાનગરપાલિકામાં ૪૪ સીટમાંથી ૪૧ સીટો સાથે કેસરિયો લહેરાઈ રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ખોલેલા કાર્યાલયો જ્યાં નગરસેવકો બેસે છે, ત્યાં મોટાભાગે ખંભાતી તાળા દેખાય છે, ત્યારે શહેર ભાજપ દ્વારા કાર્યાલયોના ભાડા પણ ભરવામાં આવતા હોવાનું એક કાર્યકરે જણાવ્યું છે, ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ખોલેલા કાર્યાલયો મોટાભાગે બંધ હાલતમાં હોય છે, ત્યાં કોઈ બોર્ડ પર મારેલા નથી કે આટલા વાગે કાર્યાલય ખુલશે અને બંધ થશે, નગર સેવક ક્યારે આવશે તે માહિતી પણ ન હોવાથી અનેકને ઘરમના ધક્કા ખાવા પડી રહ્યા છે,
ભાજપની હમણાં બે દિવસ પહેલા યોજાયેલી મીટીંગમાં નૌકાબેન પ્રજાપતિ જેવો gj-૧૮ ભાજપના પ્રભારી છે, તેમણે પણ મિટિંગમાં સમયસર હાજરી ન આપતા અને મોડા આવવા કાર્યકરો હોદ્દેદારોને પણ પોતાના વક્તવ્યમાં ઝાટકયા હતા, ત્યારે લોકસભાની ચૂંટણીઓના વ્યુંગલો વાગી રહ્યા છે, ત્યારે જે પણ સાંસદ અહીંથી ચૂંટણી લડશે તેમને પાંચ લાખની લીડ થી જીતાડવા આહવાન કરી રહ્યા છે, પણ લીડ કેવી રીતે લાવવી તેનો અક્સીર ઈલાજ આ કાર્યાલયો હવે ધમ ધમાવો ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા આ કાર્યાલયો ખોલાવીને પ્રજાના પ્રશ્નોની વાચા આપવા સરાહનીય કાર્ય કરેલ જે હવે ચકાસવાની જરૂરિયાત છે, કારણકે કાર્યાલય મોટેભાગે બંધ હોય છે ત્યારે પ્રજાને નાના પ્રશ્નોને લઈને મનપા પહોંચવું પડે છે, ત્યારે કાર્યાલયના ભાડા લાઈટ થી લઈને જે ખર્ચ થાય છે, તેમાં ભાજપ શહેર દ્વારા ખર્ચ કરવામાં આવે છે તો સદઉપયોગ થાય તે જરૂરી છે,
——–
GJ-૧૮ ના મહાનગરપાલિકાના વિસ્તારમાં ૧૧ વોર્ડના કાર્યાલયો માંડ ખુલે છે, બે જેટલા કાર્યાલયો ને બાદ કરતા મોટાભાગના કાર્યાલયો ખંભાતી તાળા છે, નગરસેવક ડોકાવવા પણ આવતા નથી રજાની ઘરમના ધક્કા પડે છે, દરેક નગર સેવક સમય ફાળવે અને કાર્યાલય ધમ ધમાવવા કાર્યકર બેસે તે જરૂરી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની લીડ મેળવવા હવે નગર સેવકોને પણ કાર્યાલયો બંધ છે તે ખોલાવવા લોકોની માંગ ઉઠી છે