આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે તમામ ડેલિગેટ્સ તથા પ્રજાજનો બહોળા પ્રમાણમાં ગ્રીન ટ્રાન્સપોર્ટેશનનો લાભ લઈ શકે તે માટે સાયકલ શેરીંગ પ્રોજેક્ટનું ડેમોસ્ટ્રેશન લીધું.
સદર પ્રોજેક્ટના એજન્સીને લોકોને મહત્તમ સુવિધા મળી રહે અને વધુમાં વધુ લોકો આ શેરિંગ પ્રોજેક્ટનો યોગ્ય રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી નિદર્શન કર્યું.
આ શેરીંગ પ્રોજેક્ટથી નોંધપાત્ર રીતે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય છે તેમજ ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો કરી શકાય છે સાથે સાથે સાઇકલ ચાલકોને સ્વાસ્થ્યમાં પણ જરૂરી સુધારો થાય તેમ છે. જેથી આ પ્રોજેક્ટ સફળ બનાવવા તમામ સંલગ્ન અધિકારી તથા કંપનીને જરૂરી સૂચનાઓ સ્થળ મુલાકાત કરી આપવામાં આવી.