દૂધ આપતું દૂધાળા પશુઓને લોકો વધારે પ્રેમ કરતા હોય છે, ત્યારે અહીયાં એક ઉધોગપતિ પોતાના પરિવાર હોય તેમ ગૌરક્ષા કરી રહ્યા છે.
ગૌ સેવા થતી તો તમે અનેક જગ્યાએ જોયું હશે પરંતુ કયારેય જોયું છે કે કોઈ વ્યક્તિ પોતાના બંગલામાં ગાયને રાખે અને એસી કારમાં તેને ફરવા લઈ જાય? આ વાત તમારા માટે પણ નવાઈ પમાડનાર હોય તો જાણી લો એવા વ્યક્તિ વિશે જે ગાયોને પોતાના સંતાનની જેમ સાચવી રહ્યા છે. આ વ્યક્તિ ગુજરાતના એક કરોડપતિ બિઝનેસમેન છે. અમદાવાદના આ ઉદ્યોગપતિ પાસે કરોડોની સંપત્તિ છે તેમ છતાં તે જે રીતે ગાયોને સાચવે છે અને તેની કાળજી લે છે તે જોવા લાયક છે. ગામની પરિવારના સભ્યની રાખતા આ વ્યક્તિનું નામ છે વિજય પરસાણા. તેમની પાસે 10થી વધુ ગાયો છે જેનું તે જતન કરી રહ્યા છે. અમદાવાદ નજીક તેમણે એક ગામમાં ખાસ બંગલો બનાવ્યો છે જ્યાં આ ગાયો તેના વાછરડા સાથે રહે છે.
એટલું જ નહીં ગાયો માટે બેડરુમ પણ બનાવાયા છે. આ બંગલો 5000 વારના પ્લોટમાં બનાવવામાં આવ્યો છે. સાથે જ ગાયોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી છે. ગાય અને વાછરડાને ખાવામાં માટે ફુટ આપવામાં આવે છે. ગાય કોઈપણ જાતના બંધન વિના રસોડા સુધી તમામ જગ્યાએ ફરી શકે છે. ગાય માટે બેડરૂમમાં પંખા, લાઈટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં ગાયને વિજયભાઈ દિવસમાં ત્રણવાર નવડાવે છે અને તેમના છાણને એકત્ર કરી છાણા થાપે છે. તે જાતે ગાયને ચરવા ફાર્મહાઉસમાં લઈ જાય છે. વિજયભાઈ ગાયની વાછરડીઓને શણગાર પણ કરે છે અને સમયાંતરે તેને ફરવા માટે કારમાં બહાર પણ લઈ જાય છે.