પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે શીતકાલીન સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતિકરણ

Spread the love

ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા શિયાળા દરમિયાન વધારાના ધસારાને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ તેમ જ ગાંધીધામ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડું લઇને સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન.ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.40 વાગ્યે ગાંધીધામ પહોંચશે.આ ટ્રેન 11 જાન્યુઆરી, 2024થી 29 ફેબ્રુઆરી,2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે ગાંધીધામથી 00.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને એ જ દિવસે 14.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 11 જાન્યુઆરી, 2024 થી 29 ફેબ્રુઆરી, 2024 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી-3 ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે. ટ્રેન નંબર 09415/09416 ના વિસ્તૃત ફેરાનું બુકિંગ 5 જાન્યુઆરી, 2024થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગેની વિગતવાર જાણકારી માટે આપેલ વેબસાઇટ www.enquiry.indianrail.gov.inપર થી મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com