મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે બન્ને નેતાઓ આજે ભરૂચના નેત્રમાં જનસભાને સંબોધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નેત્રંગમાં સભાને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલને ચૂંટણી સમયે જ ગુજરાતની યાદ આવે છે, અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે.ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે કેજરીવાલને ગુજરાત યાદ આવે છે. પરંતુ ગુજરાતની પ્રજા મૂર્ખ નથી. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે. દિલ્લીમાં તેમની સરકાર શું કરે છે તે સૌ જાણે છે. એમના મંત્રીઓ જેલમાં છે, ન્યાયતંત્રએ પણ જામીન આપવાની ના પાડી છે. તેઓએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજા મૂર્ખ નથી, તેમની વાતોમાં કોઈ નહીં આવે, દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીની સરકારે એટલા ગોટાળા કર્યા કે તેમની અડધી કેબિનેટ અત્યારે જેલમાં છે, અન્ના હજારે સાથે પહેલા તેમણે વિશ્વાસ ઘાત કર્યો. ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર નેતાની અડધી કેબિનેટ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે. ચૂંટણી આવે ત્યારે સ્ટંટ કરવા ગુજરાત આવી જાય છે. આવા અનેક લોકો આવ્યા જેમને ગુજરાતની જનતાએ તેમનું સ્થાન બતાવી દીધું છે.