ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી 5 AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. વાઈબ્રન્ટ બાદ આ ડબલ ડેકર બસોને ગાંધીનગરમાં દોડાવાશે.
સીએમ ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ડબલ ડેકર એસી ઈ-બસ લોકાર્પણ કર્યું. આ વાઈબ્રન્ટ સમિટના પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બે બસ ખુલી મુકાઈ છે. લંડનની ડબલ ડેકર AC ઈલેક્ટ્રીક બસનો ઉપયોગ વાઈબ્રન્ટ સમિટમાં અવરજવર માટે કરવામા આવશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -૨૦૨૪ ના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ કરાશે.
શું ખાસ છે ડબલ ડેકર બસમાં ?
યુએસબી ચાર્જ, વાઈફાઈ
રિડીંગ લાઇટ અને કન્ફર્ટ સીટ
૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી
ચાર્જ થયા બાદ ૨૫૦ કિમી ચાલશે
દરરોજનું સંચાલન ૨૦૦ કિમી કરાશે
ચાર્જ સમય દોઢ કલાક થી ૩ કલાક લાગશે
૯૦૦ એમ એમ ફલોર હાઇટ
૪૭૫૦ એમએમ હાઇટ
૯૮૦૦ એમએમ લંબાઇ
૨૬૦૦ એમએમ પહોળાઇ