ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલ પાવર હાઉસમાં ચીમનીઓમાંથી ધૂમાડો ક્યાં સુધી ચાલું રહેશે…. લોકોનાં સ્વાસ્થ્ય સામે ખતરો

Spread the love

ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલ પાવર હાઉસમાં વિજળીના ઉત્પાદન અર્થે સમયાંતરે ચીમનીઓમાંથી ધૂમાડો નિકળવાના પ્રશ્નો રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યાં છે. આ કારણે નજીકના રહેવાસીઓને સ્વાસ્થ્ય સંબધીત રોગો થવાની પણ સંભાવના છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યાં અનુસાર, તાજેતરમાં જ બોઈલરનું સમારકામ કરાયેલ હોવાથી ઠંડા પડી ગયેલાં બોઈલરને ફરીથી યથાસ્થિતિમાં લાવવા માટે વૈકલ્પીક માર્ગ અપનાવવામાં આવ્યો હતો. થોડાં કલાકોમાં પરિસ્થિતિ રાબેતાં મુજબ થતાં ચિમની મૂળ સ્થિતિમાં આવી જતી હોવાનું અને પ્રદૂષણ ના ફેલાય તેની તકેદારી તંત્ર દ્વારા લેવામાં આવતી હોવાનો સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *