ખેડૂતની જમીન ધાક ધમકી આપી પડાવી લેવાના અનેક કિસ્સાઓ આપણે જોયા અને સાંભળ્યા હશે. પરંતુ વડોદરામાં તેના વિપરીત કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં જમીન ખરીદી લીધા બાદ પણ આ ટોળકી દ્વારા વધુ રૂપિયાની માગણી કરી વાંધા ઉભા કરી હેરાન કરી વધુ રૂ. 14 કરોડની માગણી કરનાર પાંચ લોકોની ટોળકી સામે ગોત્રી પોલીસે ગુનો નોંધી ચારની ધરપકડ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, રેષકોસ સર્કલ સ્થિત આમ્રકુંજ સોસા.માં રહેતા વિશાલ મહેતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદ અનુસાર, તેમના પિતા દ્વારા વર્ષ 1975માં ગોત્રી સ્થિત સર્વે નં-885 વાળી જમીન તેના મુળ માલિકો પાસેથી રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીનને અડીને સર્વે નં-845 અને 884 આવેલા હોય તે જમીન પણ તેમણે વર્ષ 2007માં ખરીદી કરવાનુ તેઓના પિતાએ નક્કી કર્યું અને રૂ. 65 લાખ બાબુભાઇ સવજીભાઇ બાજરીયાને ચુકવીને ખરીદી લીધી હતી.
બાબુભાઇ બાજરીયાએ વર્ષ 1975માં આ ઉપરોક્ત જમીન ભાઇલાલભાઇ અંબાલાલ પટેલ પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદેલી હતી, પરંતુ ભાઇલાલભાઇ પટેલના દિકરાઓ વિનુભાઇ તથા જશભાઇ દ્વારા વર્ષ 1998માં એટલે કે 23 વર્ષ પછી નામદાર કોર્ટમાં દાવો કર્યો હતો કે, આ જમીનના પુરેપુરા રૂપિયા બાબુભાઇ બાજરીયાએ ચુકવ્યા નથી. જોકે 23 વર્ષ બાદ કોર્ટમાં દાવો કરતા વર્ષ-2015માં ડીસમીસ કરી દેવાયો હતો.
જોકે વિનુભાઇ તથા જશભાઇનો સર્વે નં-845 વાળી જમીનમાં પોતાનો હક હિસ્સો ના હોવા છતાં વિશાલ મહેતા સામે દાવાઓ કરી, જમીનામાં ઘુસવા નહીં દેવાનુ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ રૂ. 1 કરોડની માગણી કરી હતી. આમની આ હરકતોથી ગભરાઇને વિશાલ મહેતાએ જીવનુ જોખમ ટાળવા માટે રૂ. 1 કરોડની ચુંકવણી કરી દીધી હતી. જેમાં તેમણે 8 સપ્ટેમ્બર 2022ના રોજ આ રકમ જશુભાઇ ભાઇલાલભાઇ પટેલ, જીજ્ઞેશભાઇ જશુભાઇ પટેલ, વિનોદચંદ્ર ઉર્ફે વિનુભાઇ ભાઇલાલભાઇ પટેલ, હાર્દિક વિનુભાઇ પટેલ અને મધુબેન તથા બિનીતાબેન પટેલ સાથે સનજૂતી કરાર (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર વિશાલ મહેતાના પિતા જગદીશ લીલાધર મહેતા તથા વિશાલ મહેતાએ કર્યો હતો.
આ સમજૂતી કરારમાં દરશાવવામાં આવ્યું હતુ કે, વિનુભાઇ અમારો વંશવાલી ભવીષ્યમાં કોઇ પણ પ્રકારે સીવીલ, રેવન્યૂ કે અન્ય કોઇ પણ પ્રકારની કાર્યવાહી અથવા લીટીગેશ કરશે કાતો કરાવશે નહીં તેવી પાકી ખાતરી અને બાહેદારી આપી રૂ. 1 કરોડ ચેકથી ચુકવેલા છે.
આ પછી વિનોદચંદ્ર ભાઇલાલભાઇ પટેલ તથા જગદીશ ભાઇલાલભાઇ પટેલ તથા હાર્દિક વિનોદચંદ્ર પટેલ તથા નિમિષાબેન વિનોદચંદ્ર પટેલનાઓએ ભેગા મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચી વર્ષ 2022માં ડાહ્યાભાઇ શનાભાઇ રાજપુતાને સર્વે નં-845 વાળી જમીનનુ કુલમુખતીયાર કરી આપ્યું અને વિશાલ મહેતા તેમના પિતા અને બહેન તથા બાબુભાઇ બાજરીયા તેમજ ઓસન સ્માર્ટ સ્પેસ વિરૂધ્ધ વડોદરાની સીવીલ કોર્ટમાં રેગ્યુલર સીવીલ શુટ હક્ક સ્થાપન તથા મનાઇ હુકમ મેળવવા દાવો દાખલ કર્યો હતો. તેમજ ઉપરોક્ત ટોળકી દ્વારા આ જમીનના રૂ. 14 કરોડ પણ તમારે આપવા પડશે જો નહીં આપો તો આ જમીન ઉપર ચેનથી નહીં રહેવા દઇએ અને જમીન પર પગ પણ મુક્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યાં હતા.
આમ વિશાલ મહેતા ઓગસ્ટ-2022માં વિક્કી મહતો સાથે તેમની જમીન પર હાજર હતા. તે દરમિયાન વિનુભાઇ પટેલ તથા જશભાઇ પટેલ અને હાર્દીક વિનુભાઇ પટેલ હાથમાં છરી લઇ આવી પહોંચ્યાં હતા અને વિશાલ મહેતાના ગળે છરી મુકી રૂ. 1 કરોડ જમીનના અમને આપવા પડશે નહીં તો મારી નાખીશ… જે બાદ તેમને રૂપિયા એક કરોડ પણ ચુંકવ્યા અને સમજૂતી કરારમાં તમામે લખાણ કર્યું કે, તેઓ હવેથી કોઇ પણ પ્રકારના અવરોધ ઉભા નહીં કરી છતાંય, વધુ રૂપિયા ખોટી રીતે પડાવી લેવા વિશાલ મહેતા અને તેમના પરિવારને ખોટી રીતે હેરાન ગતિ કરી, કોર્ટમાં દાવો કરી પરેશાન કરનાર ટોળકી સામે ગોત્રી પોલીસે 406, 420,386,120 B, 506(2) સહિતની કલમોની ઉમેરો કરી વિનોદચંદ્ર ઉર્ફે વિનુભાઇ ભાઇલાલભાઇ પટેલ, જશભાઇ ભાઇલાલભાઇ પટેલ, નિમીષાબેન વિનોચંદ્ર પટેલ, હાર્દિક વિનોદચંદ્ર પટેલ અને ડાહ્યાભાઇ શનાભાઇ રાજપુતા સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.