પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધીના ૧.૭ કી.મી. રોડને આઇકોનિક રોડ બનાવાશે

Spread the love

ભવિષ્યમાં છ ફુટ ઓવરબ્રિજનું પણ આયોજન,75% ના રાઈટસ્ રાજહંસ કંપની પાસે અને 25% ના રાઇટસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રહેશે,86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડન્સિયલ, 13 મંદિર મળી કુલ 211 જેટલા સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સૌપ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધીના ૧.૭ કી.મી રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે.જેમાં 7 મીટર નો સર્વિસ રોડ અને અઢી મીટર ની ફૂટપાથ રાખવામાં આવી છે 75% ના રાઈટ રાજહંસ કંપની પાસે રહેશે અને 25% ના રાઇટસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રહેશે. મહાનગરને જરૂર પડશે ત્યારે પૂરેપૂરા રાઈટ્સ નો ઉપયોગ કરશે . ભવિષ્યમાં છ ફુટ ઓવરબ્રિજનું પણ આયોજન કરવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો વીવીઆઈપી  માર્ગ છે.એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઇપી અવર-જવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ રોડના ડેવલપમન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા હતા. જે હેઠળ 86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડન્સિયલ, 13 મંદિર મળી કુલ 211 જેટલા સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા છે.આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટિ ફંક્શન ઝોન ગ્રીલ સાથે, ફુટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે, લેન્ડસ્ક્રેપીંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે. આ આઇકોનિક રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ સાથે, મલ્ટી ફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફુટપાથ, પાર્કિંગ વગેરે ડેવલપ કરવાનું કામ એ.આર.સી ટેન્ડરના કોન્ટ્રાક્ટર આર.કે.સી ઇન્ફ્રા બીલ્ટ પ્રા.લી.ને સોંપવામાં આવ્યું છે.પબ્લિક પ્રાઇવેન્ટ પાર્ટનરશીપ અંતર્ગત શુષોભીત લાઈટ, સેન્ટ્રલ વર્જ ની ગ્રીલ, સ્કલ્પચરર્સ, લેન્ડસ્કેપીંગ ટોપોગ્રાફી, વોટર ફાઉન્ટેન/ વોટર બોડી/ વોટર ફોલ, ટપક સિંચાઇ સુવિધાઓ સહીત મલ્ટી ફંકશનલ ઝોન,સેન્ટ્રલ વર્જ તથા ટ્રાફીક આયલેન્ડ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે રાજહંસ ગૃપ સાથે કરાર કરવામાં આવ્યા છે.મનોરંજનની પ્રવૃત્તિ માટેના વિસ્તારનો વિકાસ, કિઓસ્ક, બસ સ્ટેન્ડ, બોલાર્ડ, કેટલ ટ્રેપ, ગેન્ટ્રી, સેલ્ફી પોઇન્ટ, હાઉસ કીપિંગ, સ્ટ્રીટ લાઇટિંગ પોલ હેન્ગિંગ બકેટ એલઇડી લાઈટ સહિતની કામગીરીનું ડેવલપમેન્ટ અને તેની જાળવણીનો તમામ ખર્ચ 15 વર્ષ માટે નિયત કરવામાં આવેલી આ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.બીલ બોર્ડ, વર્ટીકલ પોસ્ટ હોર્ડિંગ્સ, બસ સ્ટેન્ડ કિઓસ્ક, સર્કલની જાહેરાત માટે અલગ સ્ટ્રક્ટર બનાવવા આવશે. જેનો તમામ ખર્ચ આ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.આ ઉપરાંત આગામી સમયમાં પીપીપી પ્રોજેક્ટ હેઠળ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જૂદા જૂદા પ્રોજેક્ટ, ફૂટઓવર બ્રીજ અને અન્ય સેક્ટરમાં પણ આ પ્રકારે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com