ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ગાંધીનગરમાં 10 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે

Spread the love

વાઇબ્રન્ટ સમિટ શરૂ થવાને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તેની અસરો પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. સરકારી અધિકારીઓ તો સતત વ્યસ્ત થઈ જ ગયા છે પણ સાથે સાથે હવે સરકારી કચેરીઓના સમયગાળાને પણ અસર થવા લાગી છે. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા VVIPની સલામતીને લઈને સરકારે આજે વહેલી સવારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે. આ પરિપત્ર મુજબ એક દિવસ જ એટલે કે 10 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

VVIP મૂવમેન્ટમાં અડચણ ઊભી ન થાય એ માટે નિર્ણય વાઇબ્રન્ટ સમિટને કારણે VVIP મૂવમેન્ટમાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે. VVIP મૂવમેન્ટમાં અડચણ ન આવે તે માટે ગાંધીનગરના માર્ગો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી બુધવારે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કરનાર છે ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સરકારે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 10 જાન્યુઆરી, 2024ના રોજ VVIP ડેલીગેટ્સ, હેડ ઓફ સ્ટેટ, હેડ ઓફ ગવર્નમેન્ટ, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર તેમજ સેક્ટર 17 એક્ઝિબિશન હોલ ખાતે VVIPની અવરજવર વધુ પ્રમાણમાં રહેશે. આથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ શકે છે. આમ, VVIP મૂવમેન્ટમાં અસર ન થાય અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ગાંધીનગરની તમામ સરકારી કચેરી સવારે 10.30 વાગ્યાને બદલે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા 12 લાઈનના પરિપત્રમાં સાતમી લાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘વીવીઆઈપીની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે સરકારી કર્મચારીઓથી વળી કેવા પ્રકારનો ડર?

ગુજરાતમાં 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ-2024ની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે ત્યારે 200 કંપનીના સીઇઓએ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવા માટે તૈયાર થઈ ગયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તાતા સન્સના એન.ચંદ્રશેખરન, સન ફાર્માના સ્થાપક અને એમ.ડી. દિલીપ સંઘવી, ગ્લોબલ સ્ટીલ કંપની આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને વેલસ્પન ગ્રુપના કો-ફાઉન્ડર બાલક્રિષ્ના ગોયેન્કા સહિતના વિશ્વની ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 200 કંપનીઓના સીઇઓ પણ આવવાના હોવાથી તેમની પણ તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. જે સીઇઓ આવવાના છે તેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના, 125 જેટલી સીઇઓ ભારત અને ગુજરાતની કંપનીઓના મળીને કુલ 200 જેટલા સીઇઓએ વાઇબ્રન્ટમાં આવવા માટેનું કન્ફર્મેશન આપ્યું હોવાનું વાઇબ્રન્ટ સમિટ સાથે સંકળાયેલા ટોચના સુત્રોનું કહેવું છે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સીંગાપુર, ફિલિપાઇન્સ, ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા, જર્મની, રિપબ્લિક ઓફ કોરિયા, નેધરલેન્ડસ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com