મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની આઠ મહિલા કોન્સ્ટેબલના એક અનામી પત્રે હલચલ મચાવી દીધી છે. ત્રણ પાનાના આ પત્ર અંગે પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે. આ પત્ર દ્વારા મુંબઈ પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ પર બળાત્કાર, યૌન શોષણ, બ્લેકમેલ અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઘટનામાં મોટો ટ્વિટ તો ત્યારે આવ્યો કે જ્યારે જે મહિલા પોલીસ કોન્સ્ટેબલના નામે આ પત્રો લખવામાં આવ્યા હતા, તેમણે પૂછપરછ દરમિયાન આ પત્રો નકલી હોવાનું જાહેર કર્યું હતું. આઠ મહિલા પોલીસ કોન્સ્ટેબલનું કહેવું છે કે તેમણે આ પત્ર લખ્યો નથી. આ પત્ર સ્પીડ પોસ્ટ દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. પત્ર, જેમાં આઠ મહિલા પોલીસ ડ્રાઇવરોના નામનો ઉલ્લેખ છે, દાવો કરે છે કે ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ તેમની સાથે બળાત્કાર કર્યો, આ કૃત્યનો વીડિયો બનાવ્યો અને તેમને બ્લેકમેલ કરી રહ્યાં છે.
પત્રમાં એવો પણ આરોપ છે કે મહિલાઓ તેના સિનિયર અધિકારીઓને દર મહિને રૂ. 1,000 ચૂકવતી હતી કારણ કે તેઓ તેને ટ્રાન્સફર કરવાની ધમકી આપી રહ્યા હતા. પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પીડિતા પર એકવાર અધિકારીની કેબિનમાં બળાત્કાર થયો હતો.
આ ઘટનાની ગંભીર નોંધ લેતા મુંબઈ પોલીસે આ લેટરની ખાનગીમાં તપાસ શરુ કરી દીધી છે. જેમને નામે પત્ર લખાયો છે કે મહિલાઓ આવો કોઈ લેટર લખ્યો હોવાનો ઈન્કાર કર્યો છે પરંતુ આ લખ્યો કોણે તેને પણ રહસ્ય છે. પત્રમાં ઉચ્ચ અધિકારીઓને ત્રણ વરિષ્ઠ અધિકારીઓના મોબાઈલ ફોન જપ્ત કરવા અને તેમની સામે તપાસ કરવા જણાવ્યું છે. એક વરિષ્ઠ IPS અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પત્રમાં ઉલ્લેખિત બે મહિલા ડ્રાઇવરો રજા પર છે, જ્યારે અન્ય છ મહિલાઓ તેમની પાસે રડતી રડતી આવી હતી.