અજાણ્યા ઇસમો પકડેલ ઢોરને શું ગેરકાયદેસર કતલખાનામાં લઈ જઈ રહ્યા છે ? : સૂત્ર
અમદાવાદ
શાહીબાગ ઘેવર સર્કલ પાસે ઢોર પકડવાની ઝુંબેશ મધરાતે ચાલી રહી છે. આવતીકાલે એરપોર્ટ સર્કલ થી નેહરુ બ્રિજ સર્કલ સુધી નરેન્દ્ર મોદીના રોડ શોના લીધે એરપોર્ટના આજુબાજુના વિસ્તારમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ? બીજી તરફ સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે અજાણ્યા ઇસમો આ ઢોરને પકડ્યા છે તો શું આ પકડેલ ઢોરને શું ગેરકાયદેસર કતલખાનામાં લઈ જવામાં આવી રહ્યા છે ?
કે પછી કાલે નરેન્દ્ર મોદીના રોડ શોના લીધે આજુબાજુના વિસ્તારમાં રસ્તે રખડતા ઢોર ને એટલા માટે પકડવામાં આવી રહ્યા છે કે રોડ શોમાં કોઈ હોનારત ના સર્જાય ?
ચાર દિવસ પહેલા જ સંજાણ બંદરે ગૌવંશનું કતલ ખાનું ઝડપાયું હતું.ઉમરગામ પોલીસે સંજાણ બંદર વિસ્તારમાં ચાલતું ગેરકાયદેસર કતલખાનામાં આકસ્મિક રેડ કરી ચાર કસાઈઓની ધરપડ કરી હતી. સોમવારની મોડી રાત્રિએ ઉમરગામ પોલીસ મથકના પીઆઈ વીડી મોરી અને ટીમે બાતમીના આધારે સંજાણ બંદર વિસ્તારમાં ચાલતા કતલખાનામાં છાપો મારી એક મહિલા અને ત્રણ પુરુષ મળી ચાર જેટલા કસાઈઓની ધરપકડ કરી છે. પોલીસને સ્થળો પરથી કતલ થયેલી એક ગાય તેમજ ચાર જીવતા વાછરડા અને એક ગાય મળી આવી હતી. પોલીસે 5 વાહનો કબજે લીધા હતાં.
નોંધનીય છે કે રસ્તે રખડતાં ઢોરને કારણે નાગરિકો પર હુમલા અને અકસ્માતોની બનતી ઘટનાઓ અને હાઇકોર્ટ દ્વારા થયેલી ટકોર બાદ રાજ્ય સરકારે રખડતાં ઢોર સામે કડક વલણ અપનાવ્યું છે ત્યારે AMC દ્વારા હાઈકોર્ટની ફટકાર બાદ ઢોર પકડવાની કામગીરી શહેરમાં કરવામાં આવી રહી છે.ગાયોના નામે રાજનીતિ કરતી, ગાયોના નામે વોટ માગતી સત્તારૂઢ પાર્ટી અને AMCના સત્તાધિશોની ગૌભક્તિ અત્યારે ક્યાં ગઈ?